Vinesh Phogat CAS Verdict: ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરીસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ મળશે નહી. કોર્ટ ઓફ એટ્રિબ્યુશન ફોર સ્પોર્ટસે વિનેશ ફોગાટની યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ સામેની અપીલને ફગાવી દીધી છે. ભારતીય ઓલિમ્પિક સંઘે આ નિર્ણયની પુષ્ટિ કરી છે. વિનેશ પાસે હજી પણ આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે.
પીટી ઉષાએ નિરાશા વ્યક્ત કરી
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ ડો.પીટી ઉષાએ આ નિર્ણય અંગે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલાઓની 50 કિગ્રા કેટેગરીમાં સંયુક્ત સિલ્વર મેડલ માટે વિનેશની અરજીને નકારી કાઢવાના વિનેશના 14 ઓગસ્ટના નિર્ણયનો પ્રભાવી હિસ્સો વિશેષ રુપથી તેના માટે અને મોટા પાયે ખેલ કમ્યુનિટી માટે મહત્વપૂર્ણ અસરો ધરાવે છે.
વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચી હતી
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લીધો હતો. વિનેશે વર્લ્ડ ચેમ્પિયન યુઇ સુસાકી અને વધુ બે કુસ્તીબાજોને હરાવીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ફાઇનલમાં પહોંચતા જ ભારતના સિલ્વર મેડલની પુષ્ટિ થઈ ગઈ હતી. જોકે ફાઈનલ મેચની સવારે વિનેશનું વજન નિર્ધારિત સ્ટાન્ડર્ડ કરતાં 100 ગ્રામ વધારે હતું. આ કારણોસર તેને ડિસક્વોલિફાય કરવામાં આવી હતી.
આ પણ વાંચો – વિનેશનું એક દિવસ પહેલા વજન 50 કિગ્રા હતું પણ થોડાક કલાકોમાં 2 કિલો કેવી રીતે વધી ગયું, જાણો ખાસ કારણ
વિનેશ ફોગાટની અપીલ નામંજૂર
વિનેશે અગાઉ ગોલ્ડ મેડલની મેચ રમવા માટે અપીલ કરી હતી, જેને સીએએસએ તે જ સમયે નકારી કાઢી હતી. વિનેશના સ્થાને તેની સામે સેમિ ફાઈનલ મેચ હારનારી મહિલા ખેલાડી ફાઈનલમાં આવી હતી. આ પછી વિનેશે સંયુક્ત સિલ્વર મેડલની માગણી કરી હતી. આ પહેલા તેનો નિર્ણય 13 ઓગસ્ટે આવવાનો હતો. જોકે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. બુધવારે સીએએસે વિનેશ ફોગાટ સામે ચુકાદો આપ્યો હતો.
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. બીજો મેડલ પણ મનુ ભાકરે જીત્યો હતો. મિક્સ ટીમ ઈવેન્ટમાં જીત મેળવી હતી. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી રેસલિંગમાં અમન સેહરાવતને બ્રોન્ઝ મળ્યો હતો





