Paris Olympics 2024 Googl Doodle : પેરિસ ઓલિમ્પિક 2024 ખેલ મહાકુંભ આજથી પ્રારંભ, ગૂગલે બનાવ્યું ખાસ ગૂગલ ડૂડલ

Paris Olympics 2024 Google Doodle, પેરિસ ઓલિમ્પિક 2024 ગૂગલ ડૂડલ : વિશ્વ ખેલ મહાકુંભ પેરિસ ઓલિમ્પિક 2024 આજથી શરુ થઇ રહ્યો છે. ગૂગલે પણ આ અવસરે ખાસ ગૂગલ ડૂડલ બનાવ્યું છે. આવો જાણીએ શું છે ખાસિયત

Written by Haresh Suthar
July 26, 2024 12:44 IST
Paris Olympics 2024 Googl Doodle : પેરિસ ઓલિમ્પિક 2024 ખેલ મહાકુંભ આજથી પ્રારંભ, ગૂગલે બનાવ્યું ખાસ ગૂગલ ડૂડલ
Paris Olympics 2024 Google Doodle: પેરિસ ઓલિમ્પિક 2024 ગૂગલ ડૂડલ (ફોટો ક્રેડિટ - ગૂગલ ડૂડલ)

Paris Olympics 2024 Google Doodle: આજથી શરૂ થઇ રહેલા પેરિસ ઓલિમ્પિક 2024 જશ્ન અસવરે ગૂગલે પણ ખાસ ગૂગલ ડૂડલ બનાવ્યું છે. પેરિસમાં 26 જુલાઇથી સમર ઓલિમ્પિક શરુ થઇ રહ્યો છે જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક 2024 ને લઇને વિશ્વની નજર હાલ ત્યાં ટકી છે. ખેલ કૂદ જગતની આ મોટી ઇવેન્ટ પ્રસંગે ગૂગલે યાદગીરીના ભાગરુપે ખાસ ગૂગલ ડૂડલ બનાવ્યું છે.

પેરિસ ઓલિમ્પિક 2024 પર ગૂગલે રંગબેરંગી ગૂગલ ડૂડલ બનાવ્યું છે. ઓલિમ્પિક રમતોને ડિજિટલ સ્કાઇ સાથે દર્શાવવામાં આવી છે. ગૂગલે બનાવેલા ખાસ ગૂગલ ડૂડલ માં ખેલાડીઓને વ્હેલ, બતક જેવા રુપમાં બતાવ્યા છે જે પાણીમાં તરી રહ્યા છે. કોઇને પાસે વોલીબોલ તો કોઇને પાસે ટેનિલ બોલ છે. ગૂગલ દ્વારા બનાવાયેલ આ ડૂડલ રમત પ્રત્યે લોકોની રુચિ અને લગાવ દર્શાવે છે.

પેરિસ ઓલિમ્પિક સંપૂર્ણ શેડ્યુલ જાણો

ભારતીય ખેલાડીઓની સંપૂર્ણ યાદી જુઓ

સિટી ઓફ લાઇટ કહેવાતા પેરિસ ખાતે આ ઓલિમ્પિક વખતે નવા ઇનોવેશન અને ટ્રેડિશન જોવા મળવાના છે. ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની કોઇ સ્ટેડિયમમાં નહીં પરંતુ પેરિસના ઐતિહાસિક સીન ખાતે થવાની છે. ઓલિમ્પિક 2024 ને લઇને પેરિસ શણગાર સજી સજ્જ છે અને ખેલ જગતમાં પોતાનું નામ રોશન કરવા થનગની રહ્યું છે.

ભારતીય એથ્લેટ ગોલ્ડ માટે ઇચ્છુક

પેરિસ ઓલિમ્પિક 2024 માં વિશ્વભરના ખેલાડીઓ જોડાયા છે. કૂલ 329 ઇવેન્ટમાં વિશ્વના હજારો ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ભારત તરફથી 117 જેટલા એથ્લેટ ભાગ લઇ રહ્યા છે અને ગોલ્ડ મેડલ માટે ઇચ્છુક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ