/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/vinesh-phogat-weight-latest-news.jpg)
Vinesh Phogat CAS Verdict: ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરીસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ મળશે નહી (Image source: @geeta_phogat/X)
Vinesh Phogat Disqualified in Paris Olympics 2024 : રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવ્યા બાદ તેના વજનની ચર્ચા થઈ રહી છે. 50 કિગ્રાની કેટેગરીમાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ગેરલાયક ઠેરવી હતી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે વિનેશનું વજન રાત્રે 52 કિગ્રા હતું અને તેણે આખી રાત આ વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો.
એક દિવસ પહેલા તે મુકાબલા માટે ઉતરી ત્યારે તેનું વજન બરોબર હતું. જે બાદ તેને રમવાની મંજૂરી આપવામાં આવી હતી. આખો દિવસ અનેક ઇવેન્ટ રમ્યા બાદ પણ તેનું વજન 2 કિલો વધી ગયું હતું અને રાત સુધીમાં આ વજન 52 કિલો થઇ ગયું હતું. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર અને બધે એક જ વાતની ચર્ચા છે કે થોડા કલાકોમાં વજનમાં 2 કિલોનો વધારો કેવી રીતે થયો? તો ચાલો જાણીએ કે કયા કારણો છે જેના કારણે એક દિવસમાં વજન ખૂબ વધી જાય છે.
ડબ્લ્યુએફઆઈએ વજન વધવા વિશે શું કહ્યું?
વિનેશના વધેલા વજન અંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજય સિંહે જણાવ્યું હતું કે ભારત સરકારે વિનેશને પર્સનલ કોચ, પર્સનલ ફિઝિયો અને પર્સનલ ન્યુટ્રિશનિસ્ટ આપ્યા છે. સ્પોર્ટ્સ વિલેજમાં તમામ લોકો તેમની સાથે છે. તે બે દિવસ સુધી લડતી રહી અને તેનું વજન પણ એટલું જ હતું. પરંતુ રાત્રે અચાનક તેનું વજન કેવી રીતે વધી ગયું, તેનો જવાબ માત્ર તેના ન્યુટ્રિશનિસ્ટ જ આપી શકશે.
વજન કેમ વધે છે?
એક દિવસમાં વજન વધવાના કારણો વિશે ડોક્ટર નેન્સી નાગપાલે આજતકને કહ્યું હતું કે એક દિવસમાં એથ્લેટનું આટલું વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે. એક તો રોજ વજન ઉતારવું સામાન્ય વાત છે. આખો દિવસ સામાન્ય આપ પણ રાત સુધીમાં વજન વધી જાય છે. ડૉક્ટરનું કહેવું છે કે જ્યારે તમે આખો દિવસ કામ કરો છો ત્યારે બોડી ફ્લૂઇડ છોડતી રહે છે અને તેનાથી આખો દિવસ વજન વધે છે અને રાત્રે દિવસ પછી તે સામાન્ય થઈ જાય છે.
આ પણ વાંચો - 140 કરોડની આશા પર 100 ગ્રામે પાણી ફેરવ્યું, વિનેશ ફોગાટે વજન ઘટાડવા લોહી કઢાવ્યું, વાળ કપાવ્યા
સાથે તેમણે દિવસભર વજન વધવાનું કારણ એમ પણ જણાવ્યું કે કેટલીક વાર સેલ્સમાં વોટર રિટેન્શન વધારે હોય છે, જેના કારણે વજન વધી જાય છે. ઘણી વખત તેની માત્રા વધારે હોય તો વજન ઘણું વધી જાય છે. આ સિવાય જો એથ્લેટને પીરિયડ્સ આવવાના હોય તો હોર્મોનલ ચેન્જિસને કારણે વજન વધી શકે છે. આ ઉપરાંત ડોક્ટરનું કહેવું છે કે ઊંઘ ન આવવી અને વધુ પડતો સ્ટ્રેસ પણ વજન વધવાનું એક મહત્વનું કારણ છે. આ કારણોથી વજન વધે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે દિવસ દરમિયાન વજન વધવું એકદમ સામાન્ય છે અને કેટલીકવાર તે 2 કિલો સુધી વધી શકે છે. તેમાં કંઈ અલગ નથી અને તે ઘણી વાર બને છે. તણાવ, ઊંઘનો અભાવ એ એક મહત્વનું કારણ માનવામાં આવે છે.
ડો.દિનશા પારડીવાલાએ જણાવ્યું હતું કે વજન ઘટાડવાનો ફાયદો એ છે કે ખેલાડીઓ હળવા વજનની શ્રેણીમાં આવે છે, પરંતુ તેનાથી નબળાઈ અને ઊર્જાનો અભાવ પણ થઇ જાય છે. આથી જ મોટાભાગના કુસ્તીબાજો તેમની મેચ બાદ મર્યાદિત માત્રામાં પાણી અને ઉચ્ચ ઉર્જાયુક્ત ખોરાક લે છે. આ આહાર સામાન્ય રીતે ન્યુટ્રિશનિસ્ટની સલાહ લીધા પછી લેવામાં આવે છે. વિનેશના ન્યુટ્રિશનિસ્ટ નિષ્ણાતે લાગ્યું કે તે સામાન્ય માત્રામાં ડાયેટ લઇ રહી છે. તે આખા દિવસમાં લગભગ 1.5 કિલો છે, જે આગામી મુકાબલા માટે પૂરતી ઊર્જા માટે પૂરતા હતા. કેટલીકવાર મેચ બાદ વજન વધવાનું કારણ પણ આ જ હોય છે.
વિનેશે વજન ઘટાડવાના આકરા ઉપાયો અજમાવ્યા
વિનેશ ફોગાટે વજન ઘટાડવામાં કોઇ કસર છોડી ન હતી. તેના વાળ કાપ્યા હતા, તેના કપડા ટૂંકા કર્યા હતા. શરીરમાંથી લોહી કાઢ્યું હતું. આખી રાત ઊંઘ પણ ન હતી. પાણી પણ પીધું ન હતું. આ સિવાય વધારાનું વજન ઓછું કરવા માટે સતત જોગિંગ, સ્કિપિંગ અને સાઇકલિંગ કર્યું હતું. પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ ગયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us