પેરિસ ઓલિમ્પિક્સ : પરેડમાં સૌથી આગળ કેમ રહે છે ગ્રીસના ખેલાડી, ભારત કયા નંબરે કરશે માર્ચપાસ્ટ, જાણો ખાસ વાતો

Paris Olympics Opening Ceremony : પહેલી વખત બનશે જ્યારે ઉદ્ઘાટન સમારોહ કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ નદી પર યોજાશે. પેરિસ ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની પેરિસની મધ્યમાં વહેતી સીન નદી પર થશે

Written by Ashish Goyal
July 25, 2024 16:09 IST
પેરિસ ઓલિમ્પિક્સ : પરેડમાં સૌથી આગળ કેમ રહે છે ગ્રીસના ખેલાડી, ભારત કયા નંબરે કરશે માર્ચપાસ્ટ, જાણો ખાસ વાતો
Paris Olympics Opening Ceremony : ફ્રાન્સની રાજધાની પેરિસ 2024ના ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની માટે તૈયાર છે

Paris Olympics 2024 Opening Ceremony : ફ્રાન્સની રાજધાની પેરિસ 2024ના ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભ માટે તૈયાર છે. આ ત્રીજી વખત છે જ્યારે પેરિસે આ રમતોની યજમાની કરશે. આ પહેલા તેઓ 1900 અને 1924માં ઓલિમ્પિકની યજમાની પણ કરી ચૂક્યા છે. આ સમારોહ ઘણી રીતે અલગ થવાનો છે. આ પહેલીવાર છે જ્યારે ઉદ્ઘાટન સમારોહ કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ નદી પર યોજાશે. આ સમારોહ પેરિસની મધ્યમાં વહેતી સીન નદી પર થશે.

ખેલાડીઓ હોડીમાં પરેડ કરશે

આ રમતોમાં 205 દેશોના 10,000 એથ્લીટ્સ ભાગ લેવાના છે અને તેમાંથી કેટલાક ઉદ્ઘાટન સમારંભનો ભાગ બનશે. પેરિસ ઓલિમ્પિકમાં એથ્લિટ્સ બોટમાં પરેડ કરશે. આ પરેડ છ કિલોમીટર લાંબી હશે, જે સીન નદી પર થશે. પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થશે અને એફિલ ટાવર સુધી પહોંચવા માટે શહેરમાંથી પસાર થશે. આ પરેડમાં લગભગ 94 બોટ સામેલ થશે.

ઓલિમ્પિક સમારોહ સાથે જોડાયેલી ખાસ વાતો

ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં માર્ચપાસ્ટનો ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો?

ઉદ્ઘાટન સમારંભમાં માર્ચપાસ્ટની શરૂઆત 1908માં લોસ એન્જલસમાં યોજાયેલા ઓલિમ્પિકથી થઈ હતી.

માર્ચપાસ્ટમાં કયો દેશ પ્રથમ આવે છે?

ઓપનિંગ સેરેમનીના માર્ચપાસ્ટમાં સૌપ્રથમ ગ્રીસના ખેલાડીઓ પ્રથમ આવે છે. 1896માં ગ્રીસના એથેન્સમાં ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો હતો. આ દેશને ઓલિમ્પિક રમતોનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ કારણે આ દેશના ખેલાડીઓ પ્રથમ માર્ચ કરે છે. આ વર્ષે ગ્રીસનો ફ્લેગ બેરર રેસ વોકર એન્ટીગોની દ્રષ્ટિબયોટી હશે.

આ પણ વાંચો – પેરિસ ઓલિમ્પિક 2024 : 206 દેશના એથ્લેટ્સ ભાગ લેશે, જાણો ક્યાં જોવા મળશે લાઇવ સ્ટ્રીમિંગ

પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના માર્ચપાસ્ટમાં ભારત કયા નંબરે આવશે?

માર્ચપાસ્ટમાં ભારત 80મા સ્થાને આવશે.

ઓપનિંગ સેરેમનીમાં માર્ચપાસ્ટનો ક્રમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

માર્ચપાસ્ટનો ક્રમ યજમાન દેશની રાષ્ટ્રીય ભાષા અનુસાર અલ્ફાબેટિકલ ક્રમ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ઓપનિંગ સેરેમનીના માર્ચપાસ્ટમાં સૌથી છેલ્લે કયો દેશ આવે છે?

ઓપનિંગ સેરમીનાના માર્ચપાસ્ટના અંતમાં યજમાન દેશ આવે છે. આ વખતે ફ્રાન્સના ખેલાડીઓ માર્ચપાસ્ટમાં સૌથી છેલ્લે રહેશે. ફ્રાન્સ પહેલા આગામી ઓલિમ્પિકની યજમાની કરનાર દેશ આવે છે. એટલે કે આ વખતે અમેરિકા આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ