/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/paralympics-google-doodle.jpg)
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024 સમર પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત પ્રસંગે ગુગલે એક શાનદાર કલરફુલ ડૂડલ બનાવ્યું છે
Google Doodle Today, Paris Paralympic Games 2024 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024 સમર પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત પ્રસંગે ગુગલે એક શાનદાર કલરફુલ ડૂડલ બનાવ્યું છે. પેરિસ ઓલિમ્પિક 2024ના સફળ આયોજન બાદ હવે આજથી (28 ઓગસ્ટ 2024) પેરિસમાં પેરાલિમ્પિક્સ 2024નો પ્રારંભ થઈ રહ્યો છે. પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સ 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઈવેન્ટમાં ભારતીય એથ્લીટ્સનું એક મોટું દળ ભાગ લઈ રહ્યું છે.
વિશ્વભરના પેરા એથ્લિટ્સ માટે આ સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે અને આ જ કારણ છે કે સર્ચ એન્જિન ગૂગલે તેના હોમપેજ પર લોગો બદલ્યો છે. જેમાં ક્રિએટિવિટી કરતા કેટલાક એનિમેટેડ પક્ષીઓ બતાવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા પેરિસ ઓલિમ્પિક 2024 સાથે જોડાયેલા ગુગલ ડૂડલમાં પણ આવી જ ડિઝાઈનિંગ કરવામાં આવી હતી.
પેરાલિમ્પિક્સ 2024 ગુગલ ડૂડલ
ગુગલ સર્ચ એન્જિન દ્વારા આજે તૈયાર કરવામાં આવેલા ગુગલ ડૂડલના કારણે યૂઝર્સને આજે હોમ પેજ પર સર્ચ એન્જિન આઇકોનને બદલે મજેદાર જીઆઈએફ જોવા મળી રહ્યું છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024 પર બનેલ આ ગુગલ ડૂડલ દુનિયાભરના યૂઝર્સ માટે વિઝિબલ છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ગેમ્સ આજથી એટલે કે 28 ઓગસ્ટથી શરૂ થશે અને 8 સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ પણ વાંચો - પેરાલિમ્પિક ગેમ્સ ક્યાં લાઇવ જોવા મળશે, કેટલા ભારતીયો લઇ રહ્યા છે ભાગ, જાણો બધી ડિટેલ્સ
કેટલા ભારતીયો ભાગ લેશે?
આ રમતોમાં ભારતના કુલ 84 ખેલાડીઓ ભાગ લેશે. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી પેરાલિમ્પિક ટુકડી છે. આ પહેલા ટોક્યોમાં ભારતના 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય ટુકડીમાં 32 મહિલા પેરા-એથ્લેટનો સમાવેશ થાય છે. પેરાલિમ્પિક્સ ગેમ્સમાં 22 સ્પર્ધાઓ યોજાશે. જેમાં ભારતીય ખેલાડીઓ 12 ગેમ્સમાં ભાગ લેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us