PBKS vs RCB Playing 11, બેંગ્લોર વિ. પંજાબ : આજે બેંગ્લોર અને પંજાબ વચ્ચે ટક્કર, આ રહી સંભવિત ટીમો

IPL 2024, PBKS vs RCB Playing 11 Prediction: આઈપીએલ 2024ની સિઝનમાં પંજાબ અને બેંગ્લોર બંને ટીમો એક એક મેચ રમી ચૂકી છે જેમાં પંજાબ એક મેચ જીતી છે જેથી પંજાબનું પલડું ભારે છે.

Written by Ankit Patel
March 25, 2024 11:02 IST
PBKS vs RCB Playing 11, બેંગ્લોર વિ. પંજાબ : આજે બેંગ્લોર અને પંજાબ વચ્ચે ટક્કર, આ રહી સંભવિત ટીમો
PBKS vs RCB Playing 11: પંબાજ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન photo - X @PunjabKingsIPL @RCBTweets

IPL 2024 Match 6, Royal Challengers Bangalore vs Punjab Kings Playing XI, બેંગ્લોર વિ. પંજાબ : આઈપીએલ 2024ની રંગો જામવા લાગ્યો છે ત્યારે આજે સિઝનની છઠ્ઠી મેચ રમાવની છે. આજની મેચ ચેન્નાઇની એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ રમાશે. છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે જંગ જામશે. આઈપીએલ 2024માં બેંગ્લોરની ટીમ પોતાનું ખાતું ખોલાવવા એડીચોટીનું જોર લગાવી દેશે.

બંને ટીમો એક એક મેચ રમી ચૂકી છે

IPLમાં ધૂળેટીના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ આમને સામને થવાની છે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો IPL 2024માં પોતાની પ્રથમ મેચ રમી છે. પંજાબ કિંગ્સે પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. જ્યારે સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આરસીબીનો 6 વિકેટે પરાજય થયો હતો.

અનુજ રાવતે સારી ઇનિંગ રમી હતી

તે મેચમાં આરસીબીનો વિકેટ કીપર અનુજ રાવત સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. દિનેશ કાર્તિકે પણ તોફાની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ 8 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી. બોલરોએ પણ બહુ સારું પ્રદર્શન કર્યું ન હતું. કેમરૂન ગ્રીને બે વિકેટ ઝડપી હતી. જો કે સિઝનમાં પ્રથમ વખત ઘરઆંગણે મેચ રમી રહેલી આ ટીમ અલગ નજરે પડશે. RCBની સાથે પંજાબને પણ ચિન્નાસ્વામીમાં RCB ફેન સેનાનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ- આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

સેમ કુરન પ્રભાવિત

પંજાબ કિંગ્સ ટીમની વાત કરીએ તો તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામેની પહેલી જ મેચમાં જીત મેળવી હતી. સેમ કુરન આ જીતનો હીરો હતો. ઈંગ્લેન્ડના ખેલાડીએ 47 બોલમાં 63 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોને પણ 38 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બોલિંગમાં અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી.

આ પણ વંચોઃ- GT vs MI Head To Head Records : આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે 5 મુકાબલા થયા છે, જાણો બન્નેનો કેવો છે રેકોર્ડ

આરસીબીની સંભવિત પ્લેઇંગ 11 ટીમ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પંજાબ કિંગ્સ સામેની સંભવતી પ્લેઈંગ 11 ખેલાડીની વાત કરીએ તો વિરાટ કોહલી, કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, મહિપાલ લમરોર, સુયશ પ્રભુદેસાઈ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ, કાર્તિક. ઈમ્પેક્ટ પ્લેયર: આકાશ દીપ.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ 11 ટીમ

પંજાબ કિંગ્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવતી પ્લેઈંગ 11 ખેલાડીની વાત કરીએ તો જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, અર્શદીપ સિંહ, શિખર ધવન (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, સેમ કુરન, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ