Punjab Kings vs Royal Challengers Bengaluru Highlights, IPL 2024, આઈપીએલ 2024, પંજાબ વિ. બેંગલોર સ્કોર : વિરાટ કોહલીના 92 અને રજત પાટીદારના 55 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 60 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 241 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 17 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે આરસીબીએ પ્લેઓફની આશા જીવંત રાખી છે. જ્યારે પંજાબની પ્લેઓફની આશાનો અંત આવ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, મહિપાલ લોમરોર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન.
પંજાબ કિંગ્સ : જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, રિલી રોસો, શશાંક સિંહ, સેમ કુરાન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, આશુતોષ શર્મા, હર્ષલ પટેલ, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, વિધ્વાત કાવેરપ્પા.





