PBKS vs SRH Playing 11: પંજાબ વિ. હૈદરાબાદ : આજે કોણ મારશે બાજી, આવી છે સંભવિત પ્લેઇંગ ઈલેવન

IPL 2024, PBKS vs SRH Playing 11 Prediction: આઈપીએલની આજની 23મી મેચમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે ટક્કર થવાની છે. બંને ટીમો સમાન સ્કોર ધરાવે છે ત્યારે આજે કોણ બાજી મારશે એ જોવું રહ્યું.

Written by Ankit Patel
April 09, 2024 11:22 IST
PBKS vs SRH Playing 11: પંજાબ વિ. હૈદરાબાદ : આજે કોણ મારશે બાજી, આવી છે સંભવિત પ્લેઇંગ ઈલેવન
PBKS vs SRH Playing 11: પંજાબ વિ. હૈદરાબાદ, આઈપીએલની 23મી મેચ photo- X @PunjabKingsIPL @SunRisers

IPL 2024 Match 23, Punjab Kings vs Sunrisers Hyderabad Playing Playing XI, પંજાબ વિ. હૈદરાબાદ : IPL 2024 ની 23મી મેચમાં મંગળવારે (9 એપ્રિલ) મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામ સામે ટકરાશે. બંને ટીમો પોતાની પ્રથમ ચાર મેચમાં સમાન રેકોર્ડ સાથે આ મેચમાં ઉતરી રહી છે.

આઈપીએલ 2024ની આજની મેચમાં જીત કોઈપણ ટીમને પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં લઈ જઈ શકે છે. પંજાબ કિંગ્સ હાલમાં IPL 2024 પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પાંચમા સ્થાને છે.

PBKS અને SRH બંને પોતપોતાની અગાઉની મેચો જીતીને મુલ્લાનપુર મેદાનમાં પ્રવેશ કરશે. ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી ઓવરની અવિશ્વસનીય જીત બાદ શિખર ધવન એન્ડ કંપની આત્મવિશ્વાસથી ભરપૂર હશે. પંજાબ કિંગ્સની આ જીતનો શ્રેય મોટાભાગે તેમના ‘ખોટી ઓળખાણવાળા’ શશાંક સિંહને જાય છે. આ રોમાંચક મેચ પહેલા ચાલો ડ્રીમ 11 અને ફૅન્ટેસી 11 પર એક નજર કરીએ.

બંને ટીમોના ખાતામાં 4-4 પોઈન્ટ છે

પોઈન્ટ ટેબલમાં પણ બંને ટીમોના ખાતામાં 4-4 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટના આધારે હૈદરાબાદની ટીમ પંજાબ કરતા આગળ છે. આવી સ્થિતિમાં મેચ જીતીને પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદને પાછળ છોડી દેવાનો પ્રયાસ કરશે. આ સાથે જ હૈદરાબાદની ટીમ પોતાની જીતનો સિલસિલો જારી રાખવા માંગશે. તેથી આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે.

આ પણ વાંચોઃ- ઓરેન્જ કેપ વિરાટ કોહલી પાસે, કોણ છે આઈપીએલ 2024 રન મશીન, જાણો લેટેસ્ટ અપડેટ

બંને ટીમો 21 વખત સામસામે આવી ચુકી છે

આઈપીએલમાં પંજાબ અને હૈદરાબાદ 21 વખત સામસામે આવી ચુક્યા છે. જેમાં પંજાબ 7 વખત જીત્યું છે જ્યારે હૈદરાબાદ 14 વખત જીત્યું છે. આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ હેડ ટુ હેડ આંકડાઓના મામલે પંજાબ કરતા આગળ છે. ચાલો બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.

આ પણ વાંચોઃ- જો સ્ટ્રાઇક રેટ પસંદગીનો માપદંડ બનશે તો કેએલ રાહુલને નહીં મળે ટી 20 વર્લ્ડ કપની ટિકિટ, જાણો આંકડા

SRHની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન.

PBKS ની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કુરન, શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ