Punjab Kings vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024 પંજાબ વિ. હૈદરાબાદ સ્કોર : નીતિશ કુમાર રેડ્ડીના 64 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 2 રને રોમાંચક વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવી શક્યું હતું. પંજાબને અંતિમ ઓવરમાં જીત માટે 29 રનની જરૂર હતી. શશાંક સિહ અને આશુતોષ શર્માએ 26 રન ફટકાર્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, જીતેશ શર્મા, સેમ કરન, સિકંદર રઝા, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, શાહબાઝ અહેમદ, નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન. જયદેવ ઉનડકટ.





