Pat Cummins Hat Trick: પેટ કમિન્સ માટે 21 જૂન 2024 ની સવાર યાદગાર બની છે. એન્ટિગા નોર્થ સાઉન્ડ સ્થિત સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે તેણે ઇતિહાસ રચ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2024 ની સુપર 8 ની બાંગ્લાદેશ સામેની મેચમાં પેટ કમિન્સે હેટ્રિક લઇ વિશ્વ કપમાં હેટ્રિક લેનાર 7મો અને ઓસ્ટ્રેલિયાનો બીજો બોલર બન્યો છે. જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024 માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે.
પેટ કમિન્સની ઘાતક બોલિંગ સાથે ટી20 વર્લ્ડ કપ 2024 સુપર 8 ચોથી મેચમાં ડીએલએસ પધ્ધતિથી બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયા 28 રનથી જીતી ગયું છે. વરસાદ પડતાં મેચ મોડી શરુ થઇ હતી અને ચાલુ મેચ દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. છેવટે ઓસ્ટ્રેલિયા મેચ જીતી ગયું હતું અને હેટ્રિક સાથે પેટ કમિન્સ મેચનું આકર્ષણ બન્યો હતો. ટી20 વર્લ્ડ કપ 2024 માં હેટ્રિક લેનાર પેટ કમિન્સ પ્રથમ બોલર બન્યો છે.
ઓસ્ટ્રેલિયા ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગમાં ઉતર્યું હતું. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ પર 140 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ 11.2 ઓવરમાં 2 વિકેટ પર 100 બનાવતાં ડીએલએસ પધ્ધતિથી ઓસ્ટ્રેલિયાને જીત આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતે સુપર 8 માં અફઘાનિસ્તાનને હરાવ્યું
ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર 35 બોલમાં 53 રન અને ગ્લેન મેક્સવેલ 6 બોલમાં 14 રન બનાવી અણનમ રહ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડ 21બોલમાં 31 રન, મિશેલ માર્શ 6 બોલમાં 1 રન બનાવી આઉટ થયા હતા.
Pat Cummins Hat Trick: પેટ કમિન્સ હેટ્રિક બોલ ટુ બોલ
- 17.5 ઓવર: પેટ કમિન્સે મહમૂદુલ્લાહ ને બોલ્ડ કર્યો
- 17.6 ઓવર: મહેંદી હસન એડમ જમ્પાના હાથમાં કેચ આઉટ
- 19.1 ઓવર: તૌદીહ જોશ હેઝલવુડના હાથમાં કેચ આઉટ
ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશ પરાસ્ત થયું હતું. મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં પેટ કમિન્સ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. પેટ કમિન્સે 4 ઓવરમાં 29 રન આપી 3 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સે ત્રીજી ઓવરના છેલ્લા બે બોલ અને ચોથી ઓવરના પહેલા બોલમાં વિકેટ ઝડપી હેટ્રિક લીધી હતી.
ટી20 વર્લ્ડ કપ માં હેટ્રિક લેનાર બોલર
- બ્રેટ લી ઓસ્ટ્રેલિયા , બાંગ્લાદેશ સામે કેપ ટાઉન 2007
- કર્ટિસ કૈમ્ફર આયરલેન્ડ, નેધરલેન્ડ સામે અબુધાબી 2021
- વાનિંદ્રુ હસરંગા શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ શારજહા 2021
- કગિસો રબાડા દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા વિરુધ્ધ જિલોન્ગ 2022
- જોશુઆ લિટિલ આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ એડિલેડ 2022
- પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ વિરુધ્ધ એન્ટિગા 2024
ઓસ્ટ્રેલિયા તરફથી ICC ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 3 વખત હેટ્રિક લેવામાં આવી છે. પેટ કમિન્સે ટી20 વર્લ્ડ કપ 2024 માં આ સિધ્ધિ નોંધાવી છે. આ અગાઉ આ રેકોર્ડ બ્રેટ લી નામે હતો. બ્રેટ લીએ વર્ષ 2003 અને 2007 માં દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ હેટ્રિક લીધી હતી.





