/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/team-india-return-journey.jpg)
ભારતીય ટીમ બુધવારે ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થઇ (તસવીર - એક્સપ્રેસ)
Indian Cricket Team : રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને 17 વર્ષ બાદ ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી ટીમ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમને પરત માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. ભારતીય ટીમ, સપોર્ટ સ્ટાફ, પરિવારના સભ્યો, બોર્ડના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાના કેટલાક લોકોએ બુધવારે (3 જૂન) બ્રિટટાઉનથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આ ટીમ ચાર્ટર ફ્લાઇટ દ્વારા ગુરુવારે (4 જૂન) નવી દિલ્હી પહોંચશે. આ પછી ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
ભારતીય ટીમ વિશેષ ચાર્ટર પ્લેનમાં ઇન્ડિયા રવાના, 4 જૂને સવારે 6:20 વાગ્યે દિલ્હી ઉતરશે
કેટેગરી 4ના વાવાઝોડાના કારણે ત્રણ દિવસ સુધી બાર્બાડોસમાં ફસાયેલા રહ્યા બાદ આખરે ભારતીય ટીમ બુધવારે ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થઇ હતી. એર ઇન્ડિયાનું વિશેષ ચાર્ટર પ્લેન, એર ઇન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ (AIC24WC) સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 4:50 વાગ્યે રવાના થયું હતું અને ગુરુવારે (4 જૂન) ભારતીય સમય પ્રમાણે સવારે લગભગ 6:20 વાગ્યે દિલ્હી ઉતરશે.
પ્રધાનમંત્રી સાથે મુલાકાત અને પછી રોડ-શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય ટીમના ખેલાડીઓનું દેશ પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગે ભારતીય ખેલાડીઓને બ્રેકફાસ્ટમાં મળશે. વિજેતા ટીમના માનમાં મુંબઈમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીથી આ ફ્લાઈટ દ્વારા ટીમ મુંબઈ પહોંચશે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી કેમ ખાધી હતી, હિટમેને કર્યો ખુલાસો
પરેડ ક્યારે થશે?
એમએસ ધોનીની 2007ની ટી 20 વર્લ્ડ કપ વિજેતા ટીમની જેમ જ રોહિત શર્માની વિજયી ટીમ પણ ગુરુવારે સાંજે 4 વાગ્યે નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સથી આઇકોનિક વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી છતવાળી બસમાં પરેડ કરશે. બુધવારે સાંજે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) અને પોલીસ વચ્ચે બેઠક યોજાવાની છે.
125 કરોડ રૂપિયની ઇનામી રકમ વિતરણ કરાશે
બીસીસીઆઈના એક સૂત્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ખેલાડીઓ થાકી ગયા છે. એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે એનસીપીએ નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી એક નાની ઓપન-રૂફ બસ પરેડ કાઢવામાં આવશે, જે 2 કિલોમીટરથી વધુ નહીં હોય. આ પછી ઇનામ વિતરણ કરવામાં આવશે જેમાં બીસીસીઆઈના સચિવ જય શાહ 125 કરોડ રૂપિયાની ઇનામી રકમનું વિતરણ કરશે.
11 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીત્યા
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે શનિવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી રોમાંચક જીત મેળવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ટીમે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે જ 11 વર્ષનો દુષ્કાળ પણ ખતમ થઈ ગયો. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ આઇસીસીની ટ્રોફીની રાહ જોઇ રહી હતી. વર્લ્ડ કપ જીતવાની સાથે જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us