/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Team-India-meets-PM-Modi-.jpg)
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેળવા તેમના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા (તસવીર - બીસીસીઆઈ)
Indian Cricket Team T20 World Cup Victory Celebration Updates: ભારતીય ક્રિકેટ ટીમ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરી છે. ઇન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેળવા તેમના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઇન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઇન્ડિયાના સભ્યો સાથે વાત કરતા નજરે પડે છે.
ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી
આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ સમયે એક પ્રસંગ એવો પણ આવ્યો કે પીએમ મોદીની કોઈ વાત સાંભળીને ખેલાડીઓ હસવા લાગ્યા હતા.
A memorable occasion as #TeamIndia got the opportunity to meet the Honourable Prime Minister of India, Shri Narendra Modiji in Delhi 🙌@narendramodi | @JayShahpic.twitter.com/eqJ7iv9yVw
— BCCI (@BCCI) July 4, 2024
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી કેમ ખાધી હતી, હિટમેને કર્યો ખુલાસો
પીએમ મોદીએ રોહિતને પૂછ્યું કે માટીનો સ્વાદ કેવો હોય છે
ટીમ ઈન્ડિયા સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે માટીનો સ્વાદ કેવો હોય છે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન બન્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા બે વખત બાર્બાડોસની પીચની માટી ખાતો જોવા મળ્યો હતો. પીએમ મોદી જાણવા માંગતા હતા કે કોહલી ફાઈનલ પહેલા રન નથી બનાવી શક્યો ન હતો, પરંતુ તે આ મોટી મેચ પહેલા શું વિચારતો હતો . આ સિવાય અક્ષર પટેલ પાસેથી તે જાણવા માંગતા હતા કે તેને ફાઈનલમાં બેટિંગ માટે પ્રમોટ કરવામાં આવ્યા ત્યારે શું વિચારતા હતો.
રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કેક કાપી હતી
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પોતાના હાથમાં ટ્રોફી લઈને બહાર આવ્યો હતો. આ પછી BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સાથે કેક કાપી હતી. આ પછી રોહિત શર્મા ચાહકોને ટ્રોફી બતાવી હતી અને ટીમ બસમાં બેસી ગયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us