PM Modi In World Cup 2023 Final : પીએમ નરેન્દ્ર મોદી ભારત ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવશે, જાણો સમગ્ર શિડ્યુલ

India vs Australia World Cup 2023 Final In Ahmedabad: ભારત અને ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જોવા ઘણા નેતાઓ, અધિકારીઓ પર આવશે.

Written by Ajay Saroya
November 18, 2023 15:35 IST
PM Modi In World Cup 2023 Final : પીએમ નરેન્દ્ર મોદી ભારત ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવશે, જાણો સમગ્ર શિડ્યુલ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવશે. (Photo - gujaratcricketassociation.com)

India vs Australia World Cup 2023 Final At Narendra Modi Stadium In Ahmedabad : ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. લગભગ 1 લાખ 30 હજાર દર્શકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ પણ હાજર રહેશે. આ મેચ જોવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. તેમની સાથે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ હાજર રહી શકે છે.

પીએમ મોદી વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવશે

પીએમ નરેન્દ્ર મોદી વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવશે. પીએમ મોદી રવિવારે સાંજે લગભગ 4.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ સીધા રાજભવન જવા રવાના થશે. આ પછી તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. પીએમ મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ હશે. જો કે, હજુ સુધી આસામના સીએમની હાજરીને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

Team India For World Cup 2023 | World Cup 2023 final | Indian Cricket Team | Rohit Sharma | Virat Kohli | India vs Australia World Cup 2023 fincal
વર્લ્ડ કપ 2023 ટાઈટલ જીતવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે. (Photo – @BCCI)

પીએમ મોદી પણ રવિવારે રાજસ્થાનના પ્રવાસે છે. પીએમ મોદી રાજસ્થાનના તારાનગર અને ઝુંઝુનુમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે બે ચૂંટણી જાહેર સભાઓ સંબોધશે. બંને ચૂંટણી જાહેર સભાઓ કર્યા બાદ પીએમ મોદી રવિવારે રાત્રે ગુજરાત જશે અને ત્યાં રોકાશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત દેશ-વિદેશની મોટી હસ્તીઓ પણ ભારત – ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચનો આનંદ માણી શકશે. મેચ જોવા માટે બીસીસીઆઈના મુખ્ય અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. સ્ટેડિયમમાં દેશના અનેક મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર રહી શકે છે.

આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023 કોણ જીતશે ભારત કે ઓસ્ટ્રેલિયા? 9 દિગ્ગજોએ કરી ભવિષ્યવાણી, જેમાં ઓસ્ટ્રેલિયાના બે પૂર્વ કેપ્ટન પણ સામેલ

ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટકરાશે. અગાઉ 2003માં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટ ટીમને 234 રનમાં ઓલઆઉટ કરી વર્લ્ડ કપ જીત્યો હતો. તો આઈસીસીએ શુક્રવારે વર્લ્ડ કપ મેચ માટે અમ્પાયરોના નામની ઘોષણા કરી છે. ઈંગ્લેન્ડના રિચાર્ડ ઈલિંગવર્થ અને રિચર્ડ કેટલબર્ગને ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેટલબર્ગ બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ