PR Sreejesh Net worth: ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ફરી એકવાર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્પેનની ટીમને 2-1થી હરાવ્યા બાદ હોકી ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો. સૌથી મહત્વની વાત એ છે કે 1972 બાદ આ પહેલી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ એક પછી એક સતત બે મેડલ જીત્યા છે. ભારતીય હોકી ટીમે ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો. હવે હોકીમાં ભારતના નામે રેકોર્ડ 13 ઓલિમ્પિક મેડલ થઈ ગયા છે. આ મેચ એટલા માટે પણ યાદગાર બની હતી કારણ કે તે ટીમ ઈન્ડિયાના સ્ટાર ગોલકિપર પીઆર શ્રીજેશની ફેરવેલ મેચ હતી.
ભારતીય હોકી ટીમને પેરિસ ઓલિમ્પિક 2024 માં સફળતા અપાવવામાં પીઆર શ્રીજેશે મોટી ભૂમિકા ભજવી છે અને આજે આપણે પીઆર શ્રીજેશની નેટવર્થ, સંપત્તિ, આવક અને પગાર અને ફી વિશે વાત કરીશું.
પીઆર શ્રીજેશ એ ગઈકાલે (8 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પર બ્રોન્ઝ મેડલ મેચ અગાઉ હોકી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પીઆર શ્રીજેશ પાસે કેટલી સંપત્તિ છે? (PR Sreejesh Net Worth)
MenXP ના રિપોર્ટ અનુસાર પીઆર શ્રીજેશની નેટવર્થ લગભગ 40 કરોડ રૂપિયા છે. તેની આવકનો સૌથી મોટો સ્ત્રોત હોકી છે. આ ઉપરાંત તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને શાનદાર પર્ફોમન્સ માટેના રિવોર્ડથી પણ ઘણી કમાણી કરે છે.
પીઆર શ્રીજેશની વાર્ષિક આવક 1.68 કરોડ રૂપિયા છે. શ્રીજેશ એડિડાસ, હીરો મોટોકોર્પ જેવી ઘણી મોટી બ્રાન્ડ્સ માટે જાહેરાત કરે છે.
પીઆર શ્રીજેશ કોણ છે? (Who Is PR Sreejesh?)
શ્રીજેશ એક ફેમિલી મેન છે. તેણે 2011માં અનીશ્યા સાથે લગ્ન કર્યા હતા. તેની પત્ની શિક્ષિકા છે. તેમને એક પુત્રી અનુશ્રી અને એક પુત્ર શ્રિયાંશ છે.
પીઆર શ્રીજેશ કારકિર્દી અને સિદ્ધિઓ
પીઆર શ્રીજેશને 2015માં અર્જુન એવોર્ડ અને 2017માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને ઘણી ટૂર્નામેન્ટમાં બેસ્ટ ગોલકીપરનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | પેરિસ ઓલિમ્પિક 2024: ફક્ત 1 મેડલ જીત્યો, છતા ભારત કરતા 11 ક્રમ ઉપર છે પાકિસ્તાન, જાણો કારણ
સિદ્ધિઓની વાત કરીએ તો 2006માં ડેબ્યૂ કરનાર પીઆર શ્રીજેશે 2014ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પીઆર શ્રીજેશે પણ વર્ષ 2020માં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ.