/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/pratik-utekar-dhanashree-picture.jpg)
ઇન્સ્ટાગ્રામ પર પ્રતીકની ઘણી ફેમસ અભિનેત્રીઓ સાથે આવી તસવીરો છે (ફોટો સોર્સ- @pratikutekar ઇન્સ્ટા)
yuzvendra chahal wife dhanashree : ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ફોટોને કારણે ચર્ચામાં છે. ધનશ્રી આ ફોટોના કારણે ઘણી ટ્રોલ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં ધનશ્રી ખૂબ જ નજીકનો પોઝ આપીને એક વ્યક્તિ સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે.
ચહલના પ્રશંસકોએ કરી ટ્રોલ
ફોટો વાયરલ થયા બાદ ચહલના પ્રશંસકોએ ધનશ્રીને ઠપકો આપવાનું શરૂ કરી દીધું છે. પ્રશંસકોનું કહેવું છે કે આ રીતે તસવીર ક્લિક કરાવવી ખોટી છે, કારણ કે ધનશ્રી પરીણિત છે. ફોટો વાયરલ થયા બાદ બધા આ વ્યક્તિ વિશે પણ જાણવા માંગે છે જેણે ધનશ્રી સાથે તસવીર ક્લિક કરાવી છે.
ધનશ્રી સાથે ફોટો ક્લિક કરાવનાર વ્યક્તિ કોણ છે?
ચહલની પત્ની ધનશ્રી સાથેના ફોટોમાં જોવા મળતો વ્યક્તિ કોરિયોગ્રાફર પ્રતીક ઉતેકર છે. પ્રતીક ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ફેમસ છે. પ્રતિક ડાન્સ દિવાને જૂનિયર અને નચ બલિયે સિઝન 7 નો વિજેતા પણ રહી ચૂક્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રતીકની ઘણી ફેમસ અભિનેત્રીઓ સાથે આવી તસવીરો છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે. રિયાલિટી ટીવી સ્પર્ધક તરીકે શરૂઆત કરીને તેણે મૌની રોય, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કરણ જોહર જેવા સેલિબ્રિટીઝને કોરિયોગ્રાફ કર્યા છે.
આ પણ વાંચો - આઈપીએલ પહેલા એમએસ ધોનીએ ચોંકાવ્યા, લખ્યું- નવી સિઝન અને નવા રોલની રાહ નથી જોઇ શકતો
ઘણી અભિનેત્રીઓ સાથે તેના ફોટા છે વાયરલ
પ્રતીકની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં ફક્ત ધનશ્રી સાથે જ આવી તસવીરો છે એવું નથી. તેણે ઘણી અભિનેત્રીઓ સાથે આવા ફોટા પણ પડાવ્યા છે. મૌની રોય સાથેની તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર આવી છે. રશ્મિ દેસાઇને ગળે લગાવતો પણ જોઇ શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us