/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/akriti-agarwal-prithvi-shaw-.jpg)
પૃથ્વી શો એ રુમર્ડ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ સાથેની એક તસવીર શેર કરીને દેશભરના લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી (પૃથ્વી શો ઇન્સ્ટાગ્રામ)
Prithvi Shaw : ભારતીય ક્રિકેટર પૃથ્વી શો એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની રુમર્ડ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ સાથેની એક તસવીર શેર કરીને દેશભરના લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી. પૃથ્વી શો આ દિવસોમાં ભારતીય ટીમમાં પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેના માટે તે સખત મહેનત કરી રહ્યો છે.
પૃથ્વીએ આકૃતિ સાથેની તસવીર શેર કરી
પૃથ્વી શો પહેલા મુંબઈ તરફથી રમતો હતો, પરંતુ હવે તે આ ટીમથી અલગ થઈ ગયો છે અને ડોમેસ્ટિક લેવલ પર હવે તે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળી રહ્યો છે. પૃથ્વીએ જે રીતે આકૃતિ સાથેની પોતાની તસવીર શેર કરી છે તે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને વચ્ચે કોઇ ખાસ કનેક્શન છે. જોકે આ અંગે હજુ સુધી કોઇનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. પૃથ્વી શો એ શેર કરેલી તસવીરમાં તે પોતાની કથિત ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યો છે અને તેણે લખ્યું છે કે બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ.
કોણ છે આકૃતિ અગ્રવાલ?
આકૃતિ અગ્રવાલ એક અભિનેત્રી છે અને તે ફિલ્મ ત્રિમુખા દ્વારા મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. પૃથ્વી શો એ અગાઉ તેના જન્મદિવસ પર આકૃતિ સાથેની તસવીરો શેર કરી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ડેટિંગની અફવાઓ વધુ તીવ્ર બની હતી. અગાઉ પૃથ્વી શો કથિત રીતે નિધિ તાપડિયાને ડેટ કરી રહ્યો હતો, પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઇ ગયું હશે.
આ પણ વાંચો - ISPL : આઈએસપીએલમાં અમદાવાદની ટીમ જોવા મળશે, અજય દેવગણે ફ્રેન્ચાઇઝી ખરીદી
આકૃતિ અગ્રવાલનો જન્મ લખનૌમાં થયો હતો અને તે નિર્મલા મેમોરિયલ કોલેજમાંથી બીએમએસ કરવા માટે મુંબઇ આવી હતી. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 3.5 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે યુટ્યુબ ઉપર પણ મોટી સંખ્યામાં સબ્સ્ક્રાઇબર્સ છે. આકૃતિ માત્ર 22 વર્ષની છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us