PSL 2025: અમિરાત ક્રિકટ બોર્ડે BCCI સાથે નિભાવી મિત્રતા, PSL 2025ની યજમાની કરવા ઇનકાર

PSL 2025: પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની યુએઈમાં યજમાની કરવાના અમીરાત ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ભારતીય ક્રિકેટ કૂટનીતિએ આ નિર્ણય પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેને ઈસીબીના ઓફિસિઅલે પણ સ્વીકારી લીધી છે.

Written by Ajay Saroya
May 11, 2025 14:32 IST
PSL 2025: અમિરાત ક્રિકટ બોર્ડે BCCI સાથે નિભાવી મિત્રતા, PSL 2025ની યજમાની કરવા ઇનકાર
BCCI : બીસીસીઆઈ. ( Photo: @BCCI)

PSL 2025: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ક્રિકેટ ડિપ્લોમસી છુપી રીતે પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. અહેવાલ છે કે અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની બાકીની મેચો યુએઈમાં યોજવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની વિનંતી ફગાવીવી દીધી છે. ભારતીય ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર્સના કહેવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.

એક ક્રિકેટ અધિકારીએ કહ્યું કે, “જ્યારે આપણા સૈનિકો સરહદ પર શહીદ થઇ રહ્યા છે ત્યારે આપણે ચૂપ રહી શકતા નથી. ક્રિકબઝે અગાઉ સંકેત આપ્યો હતો કે ભારત તરફથી દબાણ લાવવામાં આવ્યું હતું, અને હવે ઇસીબીનો નિર્ણય તે દિશામાં હોવાનું જણાય છે. બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી અને આઇસીસીના વર્તમાન ચેરમેન જય શાહની પ્રતિષ્ઠા અને યુએઈના નેતૃત્વ અને ક્રિકેટ બોર્ડ સાથેના તેમના ગાઢ સંબંધોએ આ મામલે નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

બીસીસીઆઇ અને ઇસીબી વચ્ચેના સંબંધો હંમેશા સૌહાર્દપૂર્ણ રહ્યા છે, ખાસ કરીને જ્યારથી બીસીસીઆઇ એ જય શાહના નેતૃત્વમાં યુએઇમાં દોઢ આઇપીએલ સિઝન અને 2021ના ટી-20 વર્લ્ડ કપનું આયોજન કર્યું છે. મૂળ મુંબઈના ઈસીબીના સેક્રેટરી જનરલ મુબાશીર ઉસ્માનીએ પણ આ સંબંધોને મજબૂત કર્યા છે. ઇસીબીના એક અધિકારીએ ક્રિકબઝને જણાવ્યું હતું કે, “અમે બીસીસીઆઈ અને જય ભાઈના આભારી છીએ અને આ મામલે ભારતની ભૂમિકાને સ્વીકારી છે.”

પાકિસ્તાન બોર્ડ તેની બાકીની આઠ પીએસએલ મેચનું દુબઈમાં આયોજન કરવા માંગતું હતું અને તેણે સાર્વજનિક ઘોષણા પણ કરી દીધી હતી. પણ થોડા કલાકો બાદ તેણે પોતાનો નિર્ણય બદલવો પડયો હતો અને લીગને સ્થગિત કરવાની જાહેરાત કરવી પડી હતી. તે સ્પષ્ટ હતું કે પીએસએલમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓ લીગ ચાલુ રાખવા માટે ઉત્સુક નથી.

PSB એ નિવેદન જારી કરી કહ્યું કે, અમે, પીસીબી, અમારા ખેલાડીઓની માનસિક સુખાકારી અને વિદેશી ખેલાડીઓની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. અમે તેમના પરિવારોની ચિંતાઓને પણ સમજીએ છીએ, જેઓ તેમને શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા જોવા માંગે છે. આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું હતું કે વિદેશી ખેલાડીઓ લીગમાં આગળ રમવા માટે તૈયાર નથી. ચાર લીગ મેચ અને ચાર પ્લે ઓફ ગેમ રમવાની બાકી હતી.

શરૂઆતમાં પીસીબીના પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ ઇસીબીએ પહેલા દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના ઉપયોગની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારબાદ રોકડની તંગી અનુભવતા પીસીબી માટે પરવડી શકે તેવી અધધધ રકમની માગણી કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે પીએસએલનું ભવિષ્ય અનિશ્ચિત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ