IPL 2024, Punjab Kings vs Chennai Super Kings : આઈપીએલ 2024 ની 53 મી મેચ આજે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાવા જઈ રહી છે. બપોરે 3 કલાકે ટોસ થશે, જ્યારે 3.30 કલાકે મેચ શરૂ થશે. તો જોઈએ આ સ્ટેડિયમ ગ્રાઉન્ડની પીચ બોલરોને મદદ કરશે કે બેટ્સમેનને? સંભવીત ટીમ કઈ હશે? કોનું પલ્લુ ભારે વગેરે વગેરે.
તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024 ની સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી પાંચ મેચ જીતી પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાન પર છે. જ્યારે પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં 10 મેચ રમી જેમાંથી 4 મેચમાં જીત પ્રાપ્ત કરી પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 8 મા સ્થાન પર છે.
ધર્મશાલા સ્ટેડિયમ – પીચ રિપોર્ટ
ધર્મશાળા સ્ટેડિયમની પીચની વાત કરીએ તો, તેની સપાટીએ ઐતિહાસિક રીતે ઝડપી બોલરોને સારો ફાયદો આપ્યો છે, ખાસ કરીને નવા બોલ હોય ત્યારે. આ પીચ પર સ્પિન સામાન્ય રીતે વધારે મદદ નથી કરતુ, બેટ્સમેન માટે પણ આ પીચ શાનદાર સાબિત થાય છે, જે તેમને ઝડપી સ્કોરિંગ ગ્રાઉન્ડ બનાવે છે.
પંજાબ વિ ચેન્નાઈ – હેડ ટુ હેડ
એકંદર પંજાબ અને ચેન્નાઈની ટીમનો આંકડામાં રેકોર્ડ જોઈએ તો એકંદરે સરખો છે. CSK તેની 29 મેચોમાં PBKS પર 15-14 ની સામાન્ય લીડ ધરાવે છે. જો કે, પંજાબે છેલ્લી પાંચેય મેચ જીતી છે અને તેને સંભવિત રીતે મનોબળ પુરૂ પાડે છે. તો PBKS આને કારણે આત્મવિશ્વાસથી ભરપુર છે, સાથે તે CSKનો સામનો કરી પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન પર આવવા સંઘર્ષ કરી રહ્યા છે. ચેન્નાઈની બોલિંગ અને પંજાબની બેટિંગ વચ્ચેની લડાઈ આ મેચમાં નિર્ણાયક સબ-પ્લોટ બની શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સંભવિત ટીમ:
અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, રિચર્ડ ગ્લીસન, મતિષા પથિરાના, સમીર રિઝવી, મુકેશ સિંહ, શેખ ચૌહાણ, સિમિત સિંહ, શેખરસિંહ, પ્રશાંત સોલંકી, મિશેલ સેન્ટનર, રચિન રવિન્દ્ર, અજય જાદવ મંડલ, આર.એસ. હંગરગેકર, મહેશ થીક્ષાના, નિશાંત સિંધુ, અરવેલી અવનીશ.
પંજાબ કિંગ્સ ટીમ:
જોની બેરસ્ટો, સેમ કુરન (કેપ્ટન), રિલે રોસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (ડબ્લ્યુ), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, હરપ્રીત સિંહ ભાટિયા, ઋષિ ધવન, વિદાથ કવેરપ્પા, શિખર ધવન, ક્રિસ વોક્સ, તનય થિયાગરાજન, અથર્વ તાયડે, નાથન એલિસ, શિવમ સિંહ, પ્રિન્સ ચૌધરી, વિશ્વનાથ સિંહ.





