Purple Cap Update in Gujarati : આઈપીએલમાં સૌથી વધારે વિકેટ ઝડપનારને પર્પલ કેપ આપવામાં આવે છે. આઈપીએલ 2024ની સિઝનમાં પંજાબ કિંગ્સના હર્ષદ પટેલે પર્પલ કેપ જીતી લીધી છે. હર્ષલ પટેલ 14 મેચમાં 24 વિકેટ ઝડપી આ સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર છે. તેનું બેસ્ટ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ છે.
આ યાદીમાં બીજા ક્રમે કોલકાતા નાઇટ રાઇડર્સનો વરુણ ચક્રવર્તી રહ્યો છે. જેના નામે 15 મેચમાં 21 વિકેટ છે. તેનું બેસ્ટ પ્રદર્શન 16 રનમાં 3 વિકેટ રહ્યું છે.
પર્પલ કેપ – આઈપીએલમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલરો ( Purple Cap IPL 2024 List)
ક્રમ ખેલાડી ટીમ મેચ વિકેટ બેસ્ટ પ્રદર્શન ઇકોનોમી 4 વિકેટ 1 હર્ષલ પટેલ પંજાબ કિંગ્સ 14 24 15/3 9.73 0 2 વરુણ ચક્રવર્તી કોલકાતા નાઇટ રાઇડર્સ 15 21 16/3 8.04 0 3 જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ 13 20 21/5 6.48 1 4 આન્દ્રે રસેલ કોલકાતા નાઇટ રાઇડર્સ 15 19 19/3 10.05 0 5 હર્ષિત રાણા કોલકાતા નાઇટ રાઇડર્સ 13 19 24/3 9.08 1
આ પણ વાંચો – ઓરેન્જ કેપ કોની પાસે છે, જાણો લેટેસ્ટ અપડેટ
આ યાદીમાં ત્રીજા ક્રમે મુંબઈ ઇન્ડિયન્સનો જસપ્રીત બુમરાહ રહ્યો છે. જેના નામે 13 મેચમાં 20 વિકેટ છે. તેનું બેસ્ટ પ્રદર્શન 21 રનમાં 5 વિકેટ રહ્યું છે. ચોથા સ્થાને કેકેઆરનો આન્દ્રે રસેલ અને પાંચમાં સ્થાને કેકેઆરનો હર્ષિત રાણા રહ્યો છે. ટોપ-5માં કોલકાતાના 3 બોલરો છે. આ પરથી કોલકાતાનો દબદબો જાણી શકાય છે.
ભુવનેશ્વર કુમાર એકમાત્ર બોલર છે જેણે સતત બે સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપી
આઈપીએલના પર્પલ કેપ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમાર એકમાત્ર બોલર છે જેણે સતત બે સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપી છે. આવી સિદ્ધિ તેણે 2016 અને 2017ની આઈપીએલ સિઝનમાં મેળવી હતી. ટીમો પ્રમાણે વાત કરવામાં આવે તો ચેન્નાઇ સુપર કિંગ્સના બોલરો 4 વખત પર્પલ કેપ પોતાના નામે કરી ચુક્યા છે.





