/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/PV-Sindhu-Wedding-Photos.jpg)
PV Sindhu Wedding Photos : પીવી સિંધુએ લગ્નની પ્રથમ એનિવર્સરી પર શેર કરી ખાસ તસવીરો (તસવીર - પીવી સિંધુ ઇન્સ્ટાગ્રામ)
PV Sindhu Wedding Pics : ભારતની બેડમિન્ટન ક્વીન પીવી સિંધુએ પોતાના લગ્નને એક વર્ષ થવા પર સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ 22 ડિસેમ્બર, 2024ના રોજ વેંકટ દત્તા સાથે લગ્ન કર્યાં હતાં.
લગ્નની પ્રથમ એનિવર્સરી પર પીવી સિંધુએ શું કહ્યું
લગ્નની પ્રથમ એનિવર્સરી પર પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું કે મેં એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે જેમની સાથે મને સૌથી વધારે પોતાના જેવો અનુભવ થાય છે. આ પહેલા વર્ષે મને શીખવ્યું છે કે પ્રેમ ફક્ત મોટી ક્ષણોમાં જ મળતો નથી. તે રોજની નાની નાની વાતોમાં પણ હોય. એકબીજાને ધીમે ધીમે સમજવામાં, ગણતરી વગર સાથે વધવામાં, કારણ વગર હસવામાં અને સૌથી સામાન્ય સમયમાં પણ એકબીજાને પસંદ કરવામાં.
તમે મને સાચી ભાગીદારીનો અર્થ બતાવ્યો છે. તમારી સાથે મને સપોર્ટ, સમજણ અને સુરક્ષા મળે છે, જે શબ્દોથી ઘણી આગળ છે. તમારો પ્રેમ સ્થિર છે, ધીરજવાન અને દયાળુ છે. તમે મારી સાથે આ દુનિયાને વધારે નરમ બનાવી દો છો.
મારા પતિ બનવા બદલ આભાર. મારા સૌથી સારા મિત્ર બનવા બદલ આભાર. મારા સૌથી મોટા નસીબ બનવા બદલ આભાર. મારા જીવનના પ્રેમને પ્રથમ વર્ષગાંઠની શુભકામનાઓ. તમારી સાથે રહેવું હંમેશા સરળ, હિંમતવાન અને વધુ સુંદર લાગે છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ભારતીય ટીમમાં શુભમન ગિલની પસંદગી કેમ ના થઇ?
ઉદયપુરમાં કર્યા હતા લગ્ન
પીવી સિંધુ અને આઇટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઇના લગ્ન ઉદયપુરના લેક સિટીની મધ્યમાં આવેલી હોટલ રાફેલ્સમાં થયા હતા. લગ્ન બાદ બંન્નેનું ભવ્ય રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાયું હતું. જેમાં રમત જગત ઉપરાંત ફિલ્મ અને રાજકીય જગતની મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us