/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/PV-Sindhu-Wedding-Venkata-Datta-Sai.jpg)
પીવી સિંધુ અને આઇટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઇના લગ્ન ઉદયપુરના લેક સિટીની મધ્યમાં આવેલી હોટલ રાફેલ્સમાં થયા (Twitter/Gajendra Singh Shekhawat)
PV Sindhu Wedding Venkata Datta Sai : ભારતની બેડમિન્ટન ક્વીન ગણાતી પીવી સિંધુએ કોર્ટની બહાર એક નવી ઇનિંગ શરૂ કરી છે. તેને જીવનભર માટે ડબલ્સ પાર્ટનર મળ્યો છે. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ મંગેતર વેંકટ દત્તા સાથે 22 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. આ લગ્નની પહેલી તસવીર સામે આવી છે.
પીવી સિંધુએ કર્યા લગ્ન
પીવી સિંધુએ અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા શેર કર્યા નથી. જોકે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ નવા કપલ તસવીર શેર કરી છે. તસવીરમાં સિંધુ અને વેંકટ બેઠેલા જોવા મળી રહ્યા છે. સિંધુએ ગોલ્ડન ક્રીમ કલરની સાડી પહેરી છે. ઘણી જ્વેલરી પણ પહેરી છે. બંને હાથ જોડી ગજેન્દ્રસિંહનું અભિવાદન કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કર્યું
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે ગઈકાલે સાંજે (22 ડિસેમ્બર) ઉદેપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે આપણી બેડમિન્ટન ઓલિમ્પિયન ચેમ્પિયન પીવી સિંધુના લગ્ન સમારંભમાં હાજરી આપીને ખુશી થઇ છે. મેં આ દંપતીને તેમના નવા જીવન માટે શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા.
Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1pic.twitter.com/hjMwr5m76y
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024
આ પણ વાંચો - વર્ષ 2024ના પાંચ મોટા સ્પોર્ટ્સ વિવાદ, હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી લઇને વિનેશ ફોગાટના ડિસક્વોલિફાય સુધી
રિસેપ્શન હૈદરાબાદમાં યોજાશે
પી.વી. સિંધુ અને આઇટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઇના લગ્ન ઉદયપુરના લેક સિટીની મધ્યમાં આવેલી હોટલ રાફેલ્સમાં થયા છે. લગ્ન બાદ બંને હૈદરાબાદ જશે. જ્યાં લગ્નનું રિસેપ્શન આપવામાં આવશે. બન્ને 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રિસેપ્શનમાં રમત જગત ઉપરાંત ફિલ્મ અને રાજકીય જગતની મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us