રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સ્પિનર રવિચંદ્રન અશ્વિન 500 ટેસ્ટ વિકેટ પૂરી કરીને અચાનક ચેન્નાઈ પોતાના ઘરે પરત ફર્યો હતો, ત્યારબાદ બીજા દિવસે ફરી તે ટીમમાં સામેલ થયો હતો. હવે 15 દિવસ બાદ આ સસ્પેન્સ પરથી પરદો ઉઠ્યો છે. તે સમયે તેમની પત્ની પ્તિતીએ એક પારિવારીક ઈમરજન્સીના કારણે તેણે ચેન્નાઈ જવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ બાજુ બીસીસીઆઈએ પણ અશ્વિન વિશે માત્ર એટલું જ કહ્યું હતું કે, કેટલીક પારિવારિક ઈમરજન્સીના કારણે અશ્વિનને ઘરે જવું પડ્યું હતું. જો કે તે સમયે અશ્વિનના ઘરમાં કઈ સમસ્યા સર્જાઈ હતી તેની કોઈ માહિતી મળી ન હતી. અશ્વિન 24 કલાકમાં જ ઘરેથી પાછો ફર્યો અને બીજા દિવસે મેદાનમાં ઉતર્યો હતો.
રાજકોટ ઈંગ્લેન્ડ મેચ રાજકોટ : આર અશ્વિન મેચ છોડી કેમ ચેન્નાઈ ગયો હતો
રાજકોટ ઈંગ્લેન્ડ મેચની એ ઘટના બાદ 15 દિવસ પછી અશ્વિનની પત્ની પ્રીતિએ આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો છે, અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ માહિતી શેર કરી છે. પ્રિતીએ કહ્યું કે, તે દિવસે અશ્વિનની માતા ઘરે અચાનક પડી ગયા હતા, અને તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા, તેથી જ અશ્વિનને રાતોરાત ચેન્નઈની ફ્લાઈટ લેવી પડી હતી. આ ઘટના બાદ આ અશ્વિને પણ મીડિયા સમક્ષ કઈં ખુલાસો કર્યો ન હતો. આ ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિન ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે ધર્મશાલામાં તેની કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે.
આર અશ્વિનને નહીં, પ્રથમ પૂજારાને ફોન પર માહિતી આપી
અશ્વિનની પત્ની પ્રીતિએ ઈન્ડિયન એક્સપ્રેસમાં પોતાની કોલમમાં જણાવ્યું છે કે, અશ્વિનની માતા અચાનક પડી ગયા હતા, ત્યારબાદ પરિવારના તમામ સભ્યો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટના બાદ પ્રિતિએ અશ્વિનને સીધો ફોન કરવાને બદલે ચેતેશ્વર પૂજારાને ફોન કર્યો હતો.
પ્રીતિએ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મેચ દરમિયાન, જ્યારે અશ્વિને 500 મી વિકેટ લીધી ત્યારે બાળકો સ્કૂલથી ઘરે પરત ફર્યા હતા. અમે ફોન પર બધાના અભિનંદન સંદેશાના જવાબ આપી રહ્યા હતા, ત્યારે અચાનક અમને મમ્મીજીની ચીસનો અવાજ સંભળાયો, અમે બધા દોડી તેમની પાસે ગયા અને પછી તેમને હોસ્પિટલ લઈ ગયા.
આ પણ વાંચો –
અશ્વિનની માતાએ જ તેને પાછુ રમવા જવાનું કહ્યું
પ્રિતિએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે અશ્વિન માટે ચેન્નાઈ જવાનો રસ્તો સાફ કર્યો. બધાના સહકારથી અશ્વિન મોડી રાત્રે પરિવાર પાસે પહોંચ્યો. જ્યારે અશ્વિન ઘરે પાછો આવ્યો ત્યારે મમ્મીજી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે જ અશ્વિનને બીજા દિવસે પરત રમવા જવા માટેસમજાવ્યો હતો. પ્રીતિએ કહ્યું કે, માતાએ અશ્વિનને મેચ માટે તેની ટીમમાં સામેલ થવા કહ્યું હતું, પરંતુ અશ્વિન માતા સાથે સમય પસાર કરવા માંગતો હતો, આખરે તે ફરી ટીમ સાથે 24 કલાકમાં જ મેદાનમાં જોડાયો.





