રાહુલ દ્રવિડ કાર અકસ્માત થતાં ટેમ્પો ચાલક સામે ગુસ્સાથી લાલઘૂમ! જુઓ વીડિયો

ભારતીય પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ બેંગલુરુમાં જાહેર રસ્તા પર ગુસ્સાથી લાલઘૂમ જોવા મળ્યા. વાત એમ બની કે એક ટેમ્પો ચાલકે તેમની કારને ટક્કર મારતાં તેઓ એક્શન અવતારમાં જોવા મળ્યા હતા. અહીં જુઓ વાયરલ વીડિયો

ભારતીય પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ બેંગલુરુમાં જાહેર રસ્તા પર ગુસ્સાથી લાલઘૂમ જોવા મળ્યા. વાત એમ બની કે એક ટેમ્પો ચાલકે તેમની કારને ટક્કર મારતાં તેઓ એક્શન અવતારમાં જોવા મળ્યા હતા. અહીં જુઓ વાયરલ વીડિયો

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Rahul Dravid Car Accident Watch Viral Video News in Gujarati | રાહુલ દ્રવિડ કાર અકસ્માત થતાં ટેમ્પો ચાલક સામે ગુસ્સાથી લાલઘૂમ! જુઓ વીડિયો

કારને અકસ્માત થતાં રાહુલ દ્રવિડ જાહેર રસ્તે ગુસ્સામાં (ફોટો ક્રેડિટ સોશિયલ)

Rahul Dravid Car Accident News: ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ અને બેટ્સેમન રાહુલ દ્રવિડ એમના શાંત સ્વભાવને કારણે જાણીતા છે. જોકે સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે અલગ રુપમાં જ દેખાય છે. ટેમ્પો ચાલકે રાહુલ દ્રવિડની કારને અકસ્માત કરતાં તે ટેમ્પો ચાલક સાથે આક્રમક મૂડમાં દેખાયા. રાહુલનું આ રુપ જોઇ ફેન્સ પણ હેરાન છે.

Advertisment

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલ દ્રવિડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે કુનિંઘમ રસ્તા પર એક ટેમ્પો ચાલક સાથે દલીલ કરતા વીડિયોમાં દેખાય છે. રસ્તાની બાજુમાં ઉભેલી દ્રવિડની કારને ટેમ્પો ચાલક ટક્કર મારી હતી.

આ ટક્કરને કારણે દ્રવિડની કાર આગળ પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. વાયરલ વીડિયોમાં દ્રવિડ અને પીકઅપ ડ્રાઈવર સ્થાનિક ભાષા કન્નડમાં ગુસ્સામાં દલીલ કરતા જોવા મળ્યા હતા. કાર અને ટેમ્પો વચ્ચે કેવી રીતે ટક્કર થઈ તે સ્પષ્ટ નથી. વિડિયો જોયા બાદ સમજાઈ રહ્યું છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

રાહુલ દ્રવિડના આ વીડિયોએ ચાહકોને 2021ની જાહેરાતની યાદ અપાવી છે જેમાં આ ખેલાડી આવી જ રીતે લડતો જોવા મળ્યો હતો. તે જાહેરાતમાં રાહુલ કારમાંથી ઉતરીને બૂમો પાડતો જોવા મળ્યો હતો. તે હાથમાં બેટ લઈને લોકોને ડરાવતો પણ જોવા મળ્યો હતો. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે બેંગલુરુમાં લોકોની ટ્રાફિક અને બેદરકારી જોઈને દ્રવિડ પણ પોતાનો કાબુ ગુમાવી દીધો હશે.

Advertisment

આ ઘટના અંગે સ્થાનિક પોલીસ અધિકારીએ પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, 'અન્ય નાની ઘટનાઓની જેમ આ ઘટના પણ સ્થળ પર જ ઉકેલાઈ ગઈ હશે. અમને આવી કોઈ ફરિયાદ મળી નથી. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.

2007ના વર્લ્ડ કપમાં પણ દ્રવિડે ભારતનું નેતૃત્વ કર્યું હતું. દ્રવિડ 2021માં ભારતીય ટીમનો મુખ્ય કોચ બન્યો હતો. એક તબક્કે દ્રવિડે બીસીસીઆઇની ઓફર ઠુકરાવી હતી. કોચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતીય ટીમે 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટુર્નામેન્ટ બાદ, દ્રવિડ ભૂતપૂર્વ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (RR) સાથે જોડાયો છે.

વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ