India Wins T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા માટે 29 જૂન 2024નો દિવસ બહુ ઐતિહાસિક બની ગયો છે. ટી20 વર્લ્ડ કપમાં જીત હાંસલ કરવાની સાથે જે વિરાટ કોહલી અને રોહિત શર્માએ શોર્ટ ફોર્મેટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમે કોચ રાહુલ દ્રવિડને વર્લ્ડ ચેમ્પિયન બનીને શાનદાર વિદાય આપી હતી. કોચને આનાથી વધુ સારી વિદાય કોઈ ન હોઈ શકે. ટી20 વર્લ્ડ કપમાં ભારતનું વિજયી અભિયાન પૂર્ણ થવાની સાથે જ રાહુલ દ્રવિડની કોચિંગ કારકિર્દી પણ પૂર્ણ વિરામ આવ્યું છે.
ટી20 વર્લ્ડ જીત સાથે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને શાનદાર વિદાય
ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત વિજેતા બનતાની સાથે જ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના એક યુગનો અંત આવી ગયો. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે જ ભારતનું વિજયી અભિયાન પૂર્ણ થવાની સાથે જ રાહુલ દ્રવિડની કોચિંગ કારકિર્દી પણ પૂર્ણ વિરામ પર આવી ગઈ હતી.
ખેલાડી તરીકે ચેમ્પિયન ન બની શકવાના અફસોસનો કોચ તરીકે છેલ્લા દિવસે અંત આવ્યો. આ પહેલીવાર નહોતું જ્યારે તે આ દિવસને કોચ તરીકે જોઈ રહ્યો હતો. આ પહેલા ગત વર્ષે ટીમ 2 વખત ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ હતી.
2023માં વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં લંડન અને અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે મળેલી કારમી હાર બાદ એવું લાગતું હતું કે ખેલાડી તરીકે વર્લ્ડ કપ ન જીતી શકનાર રાહુલ દ્રવિડ કોચ તરીકે પણ અધૂરો રહ્યો હતો, પરંતુ તેમના કોચિંગમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું લખ્યું હતું. કદાચ આ જ કારણ હતું કે તેમનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો.
જ્યાં 2007માં જોવા મળ્યું દર્દ, ત્યાં જ 2024માં બન્યા વર્લ્ડ ચેમ્પિયન કોચ
ટી20 વર્લ્ડ કપ યોજાવાનો હતો ત્યાં રાહુલ દ્રવિડે કારકિર્દીનો સૌથી ખરાબ દિવસ જોયો હતો. કેરેબિયન દેશો દ્વારા આયોજિત 2007 ના વનડે વર્લ્ડ કપને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. ટ્રોફીની દાવેદાર મનાતી ભારતીય ટીમ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે હારીને પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતો. તેની ભારે ટીકા થઈ હતી. સંભવતઃ ભારતીય ક્રિકેટ માટે આ સૌથી ખરાબ સમય હતો.
રાહુલ દ્રવિડના જીવનનો મહત્વપૂર્ણ દિવસ
17 વર્ષ બાદ ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ જીત ઈતિહાસક રચ્યો છે, ત્યાર બાદ રાહુલ દ્રવિડ પણ ટીમની સાથે હતો. આ વખતે તે એક અલગ જ ભૂમિકામાં હતો. કોચ તરીકેના તેમના છેલ્લા દિવસે, તેમણે શ્રેષ્ઠ ક્ષણ જોઈ. રોહિત શર્માએ જ્યારે તેમને ટ્રોફી આપી ત્યારે તેની ઉજવણી જણાવી રહી હતી કે રાહુલ દ્રવિડના જીવનમાં તે કેટલો મોટો દિવસ હતો. ભારતીય ક્રિકેટની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહેતા રાહુલ દ્રવિડને કોચ તરીકે પણ ઘણી મુશ્કેલીઓ જોવા મળી હતી.
કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ
એશિયા કપ 2023 પહેલા ભારતીય ટીમ અને રાહુલ દ્રવિડની ઘણી ટીકા થઈ રહી હતી. તેનું કારણ ટી-20 વર્લ્ડ કપ 2022માં અને તે પહેલા એશિયા કપ 2022માં ભારતની કારમી હાર હતી. આ પછી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો. તેની જ ભૂમિ પર વન ડે વર્લ્ડ કપ અગાઉ દ્રવિડ ટીકાકારોના નિશાના પર હતો. એશિયા કપ 2023માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી જ્યારે ભારત વન ડે વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું ત્યારે પણ તેની ભારે ટીકા થઈ હતી. પીચને કારણે તે ટીકાકારોના નિશાના પર હતો.
આ પણ વાંચો | રોહિત શર્મા 50 T20I જીતનારો દુનિયાનો પ્રથમ કેપ્ટન, ટી20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ ભારતીય
છેલ્લા સાડા છ મહિનામાં ભારતીય ટીમમાં શાનદાર પળો જોવા મળી
આ પછી રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડ કપ 2024 સુધી કોચ બનાવવામાં આવ્યા હતા. છેલ્લા સાડા છ મહિનામાં ભારતીય ટીમમાં શાનદાર ક્ષણો જોવા મળી છે. સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો થઈ હતી. આ પછી વિરાટ કોહલી જેવા લેજન્ડ ખેલાડીની ગેરહાજરીમાં તેણે ઈંગ્લેન્ડને યુવા ખેલાડીઓ સાથે મળીને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતુ. આ પછી ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બની હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ અજેય રહી હતી.