VIDEO : મને નોકરી આપશો? વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો આ સભ્ય બેરોજગાર થઈ ગયો, નોકરીની શોધમાં છે

રાહુલ દ્રવિડે આ મહિનાની શરૂઆતમાં પુષ્ટિ કરી હતી કે, T20 વર્લ્ડ કપ મુખ્ય કોચ તરીકે તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેઓ લગભગ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહ્યા. ગયા મહિને બીસીસીઆઈએ અરજીઓ મંગાવી હતી

Written by Kiran Mehta
June 30, 2024 19:01 IST
VIDEO : મને નોકરી આપશો? વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો આ સભ્ય બેરોજગાર થઈ ગયો, નોકરીની શોધમાં છે
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા સાથે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ

India Winner T20 World Cup 2024 : શનિવારે (29 જૂન) દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી, ભારતીય ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય બેરોજગાર થઈ ગયો. છેલ્લા 3 વર્ષમાં તેણે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ભારતીય ટીમની થિંક ટેન્કનો હિસ્સો હતો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા બાદ તેણે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રમૂજ કરી હતી.

રાહુલ દ્રવિડે કહ્યું કે, તે આવતા અઠવાડિયે હવે બેરોજગાર થઈ રહ્યો છે. જો કોઈ નોકરીની ઓફર હોય તો અમને જણાવો. તેમણે કહ્યું, “હા, હું પણ એ જ કરીશ.” મારો મતલબ, આવતા અઠવાડિયે મારું જીવન એવું જ હશે. હું બેરોજગાર રહીશ, બસ આટલો જ ફરક હશે. આ પછી ત્યાં હાજર મીડિયાકર્મીઓ અને અન્ય લોકો હસવા લાગ્યા. તે પછી તેણે કહ્યું, “શું કોઈ ઓફર છે?”

રાહુલ દ્રવિડ રોહિત શર્માના મનાવવાથી માન્યા નહી

રાહુલ દ્રવિડે આ મહિનાની શરૂઆતમાં પુષ્ટિ કરી હતી કે, T20 વર્લ્ડ કપ મુખ્ય કોચ તરીકે તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેઓ લગભગ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહ્યા. ગયા મહિને બીસીસીઆઈએ અરજીઓ મંગાવી હતી. સુકાની રોહિત શર્માએ તેના માટે તેમને સમજાવવાનો સખત પ્રયાસ કર્યો, હોવા છતાં તેમણે આ હાઈ-પ્રોફાઈલ પોસ્ટ માટે ફરીથી અરજી કરી ન હતી.

આગામી કોચ કોણ હશે?

રોહિત શર્માએ કહ્યું, “મેં તેમને આ પદ પર રહેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેખીતી રીતે તેમણે ઘણી બાબતો પર વિચાર કરવો પડશે. તેમ છતાં, મેં તેમની સાથે વિતાવેલા સમયની મને ખૂબ જ કિંમત હતી.” ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરને દ્રવિડના અનુગામી તરીકે પસંદ કરવામાં આવી શકે છે. તે ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ના સભ્ય પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ