રણજી ટ્રોફી : પૃથ્વી શો એ 141 બોલમાં ફટકારી બેવડી સદી, સેહવાગ અને શાસ્ત્રીના ક્લબમાં સામેલ

Ranji Trophy 2025 : રણજી ટ્રોફી 2025-26ના બીજા રાઉન્ડમાં પૃથ્વી શો એ 156 બોલમાં 29 ફોર અને 5 સિક્સરની મદદથી 222 રન ફટકાર્યા હતા. પૃથ્વી શો રણજી ટ્રોફી એલિટ પેનલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે

Written by Ashish Goyal
Updated : October 27, 2025 15:40 IST
રણજી ટ્રોફી : પૃથ્વી શો એ 141 બોલમાં ફટકારી બેવડી સદી, સેહવાગ અને શાસ્ત્રીના ક્લબમાં સામેલ
Ranji Trophy 2025 : રણજી ટ્રોફીમાં પૃથ્વી શો એ બેવડી સદી ફટકારી હતી (તસવીર - X/BCCI Domestic)

Ranji Trophy 2025 : રણજી ટ્રોફી 2025-26ના બીજા રાઉન્ડમાં પૃથ્વી શો એ આક્રમક બેટિંગ કરતા શાનદાર બેવડી સદી ફટકારી હતી. મહારાષ્ટ્રના ઓપનર પૃથ્વી શો એ 141 બોલમાં બેવડી સદી ફટકારીને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રવિ શાસ્ત્રી અને વીરેન્દ્ર સેહવાગની ક્લબમાં સ્થાન મેળવ્યું હતું. પૃથ્વી શો એ 156 બોલમાં 29 ફોર અને 5 સિક્સરની મદદથી 222 રન ફટકાર્યા હતા.

રણજી ટ્રોફીના બીજા રાઉન્ડના ત્રીજા દિવસે પૃથ્વી શો એ 13 ફોરની મદદથી 72 બોલમાં 16મી ફાસ્ટેસ્ટ સદી પુરી કરી હતી. આ પછી તેણે આગામી 54 બોલમાં 80 રન બનાવ્યા હતા.

તન્મય અગ્રવાલ સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર પ્લેયર

પૃથ્વી શો રણજી ટ્રોફી એલિટ પેનલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. રવિ શાસ્ત્રીએ 1984-85માં 123 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ બેવડી સદીનો રેકોર્ડ તન્મય અગ્રવાલના નામે છે. હૈદરાબાદના ઓપનરે જાન્યુઆરી 2024માં રણજી ટ્રોફી પ્લેટ ટૂર્નામેન્ટમાં 119 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

આ પણ વાંચો – રોહિત શર્માએ સદી ફટકારી તોડ્યા ઘણા રેકોર્ડ, સચિન, કોહલી અને સંગાકારા રહ્યા પાછળ

સેહવાગની ક્લબમાં જોડાયો

પૃથ્વી શો હવે વીરેન્દ્ર સેહવાગ બાદ 200 બોલમાં એક કરતાં વધુ ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. સેહવાગે ભારત માટે ટેસ્ટ મેચમાં ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન

બોલખેલાડીમેચસ્થળસત્ર
119તન્મય અગ્રવાલહૈદરાબાદ વિ અરુણાચલ પ્રદેશ (પ્લેટ ગ્રુપ)નેક્સજેન ક્રિકેટ ગ્રાઉન્ડ, સિકંદરાબાદ2023/24
123રવિ શાસ્ત્રીબોમ્બે વિ બરોડાવાનખેડે સ્ટેડિયમ, બોમ્બે1984/85
141પૃથ્વી શોમહારાષ્ટ્ર વિ ચંદીગઢક્રિકેટ સ્ટેડિયમ, સેક્ટર-16, ચંદીગઢ2025/26
143જી રાહુલ સિંહહૈદરાબાદ વિ નાગાલેન્ડસોવિમા ક્રિકેટ સ્ટેડિયમ, દીમાપુર2023/24
146એસ.એસ. કૌથનકરગોવા વિ અરુણાચલ પ્રદેશગોવા ક્રિકેટ એસોસિએશન એકેડેમી ગ્રાઉન્ડ, પોરવોરીમ2024/25
156આર.કે. બોરાઆસામ વિ બિહાર મેટલર્જિકલ એન્ડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ SAIL સ્ટેડિયમ, રાંચી1991/92
168વીરેન્દ્ર સહેવાગભારત વિ શ્રીલંકાબ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ2009/10
171ગુરેન્દર સિંહચંદીગઢ વિ મણિપુરવીડિયોકોન એકેડેમી ગ્રાઉન્ડ, કોલકાતા2019/20
171એસ.કે. પટેલગોવા વિ મિઝોરમકલકત્તા ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડ, કલકત્તા2019/20
174પૃથ્વી શોમુંબઈ વિ બરોડારિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ, વડોદરા2019/20

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ