scorecardresearch

આઈપીએલ 2023: વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓને આરામ આપવા માટે બીસીસીઆઈ ફ્રેન્ચાઇઝી સાથે વાત કરે – રવિ શાસ્ત્રી

IPL 2023: રવિ શાસ્ત્રી એ પણ ઇચ્છે છે કે બીસીસીઆઈ ખેલાડીઓ માટે નિયમ બનાવે કે તેણે દર વર્ષે નિશ્ચિત સંખ્યામાં ઘરેલું મેચ રમવી પડશે

Ravi Shastri
રવિ શાસ્ત્રી

દેવેન્દ્ર પાંડે : ઇન્ડિયન ક્રિકેટ ટીમ પાસે 2023માં બે આઈસીસી ટ્રોફી જીતવાની તક છે. જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો મુકાબલો થશે. આ પછી ભારતની યજમાનીમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. જોકે આ પહેલા રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયા ઇજાથી પરેશાન છે. આ કારણે એ ચર્ચા જોવા મળી રહી છે કે આઈપીએલ 2023 દરમિયાન મુખ્ય ખેલાડીઓને આરામ આપવો જોઈએ કે નહીં.

જોકે બીસીસીઆઈ એ કહી ચૂક્યું છે કે ખેલાડીઓના વર્કલોડ પર નેશનલ ક્રિકેટ એકેડમી ધ્યાન આપશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ભારતીય બોર્ડે આઈપીએલ ટીમો સાથે ભારતીય ખેલાડીઓને આરામ આપવાની વાત કરવી જોઈએ. સાથે તેમણે એ પણ કહ્યું કે દરેક ક્રિકેટર માટે ઘરેલું ક્રિકેટ રમવાનો નિયમ પણ બનવો જોઈએ.

ભારતને તેમની જરૂરત

લીજેન્ડ્સ લીગ ક્રિકેટ દરમિયાન ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું કે આઈપીએલ દરમિયાન પણ બોર્ડે ફ્રેન્ચાઇઝીને બતાવવું પડશે કે અમારે તેમની જરૂરત છે, ભારતને તેમની જરૂરત છે. જેથી ભારત માટે કેટલીક મેચો ના રમો તો સારું રહેશે. જસપ્રીત બુમરાહ, ઋષભ પંત, શ્રૈયસ ઐયર ઇજાના કારણે રિહૈબિલિટેશન કરી રહ્યા છે. ભારત આઈપીએલના એક સપ્તાહ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. આવામાં બોર્ડ માટે પડકાર એ છે કે એક ફિટ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ જાય. વન-ડે વર્લ્ડ કપ પણ ફક્ત સાત મહિના દૂર છે.

આ પણ વાંચો – સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાં કોણ સૌથી વધારે મહાન? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે શું કહ્યું

ખેલાડીઓની ઇજા પર રવિ શાસ્ત્રીએ શું કહ્યું

રવિ શાસ્ત્રીએ ખેલાડીઓની ઇજા પર કહ્યું કે ક્રિકેટ ઘણું રમાઇ રહ્યું છે. આરામનો સમય ઓછો મળી રહ્યો છે. તેના પર બોર્ડ અને ખેલાડીઓએ ચર્ચાની જરૂર છે. એ બતાવવાની જરૂર છે કે તમારે આટલો બ્રેક હોવો જોઈએ અને આટલી મેચ રમવાની છે. શાસ્ત્રીએ કહ્યું કે તેમના સમયમાં ખેલાડી આઠથી દસ વર્ષ આરામથી રમતા હતા.

ઘરેલું ક્રિકેટ માટે બને નિયમ

રવિ શાસ્ત્રી એ પણ ઇચ્છે છે કે બીસીસીઆઈ ખેલાડીઓ માટે નિયમ બનાવે કે તેણે દર વર્ષે નિશ્ચિત સંખ્યામાં ઘરેલું મેચ રમવી પડશે. તેમણે કહ્યું કે કોઇપણ હોય. સ્પિન રમવામાં બેટ્સમેન શાનદાર બની શકે છે કારણ કે ઘરેલું ક્રિકેટમાં આપણા સ્પિનરની ભૂમિકા ઘણી મહત્વ છે. જે જેટલો વધારે રમશે તે તેટલો જ શાનદાર થશે.

Web Title: Ravi shastri says bcci to talk with franchises to rest indian players for world cup

Best of Express