Ravindra Jadeja joins BJP : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ હવે રાજનીતિની પિચ પર એન્ટ્રી કરી છે. હવે તે ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય બની ગયો છે. જામનગર નોર્થથી ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ જાડેજાએ એક્સ પર બે તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી. જેમાં જાડેજાએ સદસ્યતા ગ્રહણ કરી તેનો ફોટો છે. આ તસવીરમાં રવિન્દ્ર જાડેજાનો સદસ્યતા ક્રમાંક લખેલો છે.
રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત
ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા પછી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. રવિન્દ્ર જાડેજા તેના કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. આ સંજોગોમાં તે ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ જાહેર કર્યા પછી સક્રિય રાજનીતિમાં આવી શકે છે. રવિન્દ્ર જાડેજા ઘણી વખત પત્ની રિવાબા જાડેજા સાથે ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો હતો. ઘણી વખત રોડ શો માં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો – આ ટીમ 10 રનમાં ઓલઆઉટ, બનાવ્યો લોએસ્ટ સ્કોર
રવિન્દ્ર જાડેજાની ક્રિકેટ કારકિર્દી
રવિન્દ્ર જાડેજા ટી 20 વર્લ્ડ કપ 2024 પછી ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ભારત તરફથી 74 T20 મેચ રમ્યો છે, જેમાં તેણે 515 રન બનાવ્યા છે અને 54 વિકેટ લીધી છે. જોકે તે ભારત તરફથી વન ડે અને ટેસ્ટ મેચ રમવાનું ચાલુ રાખશે.
ભાજપે હાલમાં જ સદસ્યતા અભિયાન શરુ કર્યું છે. પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેર કરવામાં આવેલા મિસકોલ નંબર પરથી સદસ્યતાનું નવીનીકરણ કર્યું હતું. ભાજપ પાર્ટીનું સદસ્યતા અભિયાન દર છ વર્ષ પછી આવે છે. ભાજપના સંવિધાન પ્રમાણે બધા વર્તમાન સદસ્યોએ પોતાની સદસ્યતાનું નવીનીકરણ કરાવવાનું હોય છે.





