બેંગલુરુ ભાગદોડ : કર્ણાટક સરકારે આરસીબીને જવાબદાર ગણાવ્યું, રિપોર્ટમાં વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ

Bengaluru Stampede: બેંગલુરુમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 40 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશ બાદ આ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો છે

Bengaluru Stampede: બેંગલુરુમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 40 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશ બાદ આ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Bengaluru stampede, બેંગલુરું ભાગદોડ, વિરાટ કોહલી

બેંગલુરુ ભાગદોડ મમાલે કર્ણાટક સરકારે આરસીબીને જવાબદાર ગણાવ્યું છે. રિપોર્ટમાં વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ છે (ફાઇલ ફોટો એએનઆઈ)

Bengaluru Stampede: બેંગલુર ભોગદોડ મામલે કર્ણાટક સરકારે હાઈકોર્ટને સુપરત કરેલા પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)એ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડ માટે લોકોને એકતરફી શહેર પોલીસ પાસેથી પરામર્શ /પરવાનગી વિના આમંત્રણ કર્યા હતા. ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 40 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશ બાદ આ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોર્ટને આ અહેવાલ ગુપ્ત રાખવા વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે આવી ગોપનીયતા માટે કોઈ કાનૂની આધાર નથી.

Advertisment

યોગ્ય મંજૂરીની વિનંતી કરવામાં આવી નથી

એનડીટીવીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આરસીબી મેનેજમેન્ટે 3 જૂને પોલીસનો સંપર્ક કર્યો હતો (તે જ દિવસે આરસીબીએ 18 વર્ષની લાંબી રાહ જોયા પછી આઈપીએલ ટ્રોફી જીત્યું હતું) અને સંભવિત વિજય પરેડ વિશે તેમને માહિતી આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ માત્ર એક માહિતી હતી અને કાયદા હેઠળ જરૂરી પરવાનગી માટેની વિનંતી ન હતી. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવી પરવાનગી કાર્યક્રમના ઓછામાં ઓછા સાત દિવસ પહેલા લેવી જોઈએ.

પોલીસ ઇન્સ્પેક્ટરે માર્ચ માટે મંજૂરી આપી ન હતી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કિસ્સામાં, અરજદાર /આયોજક દ્વારા લાઇસન્સિંગ ઓથોરિટીને નિયત ફોર્મેટમાં કોઈ અરજી સબમિટ કરવામાં આવી ન હતી. નિયત ફોર્મેટ હેઠળ જરૂરી આવી માહિતીની ગેરહાજરીમાં, લાઇસન્સિંગ ઓથોરિટી માટે વિનંતીને હકારાત્મક રીતે ધ્યાનમાં લેવાનું શક્ય ન હતું. તદનુસાર કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે અપેક્ષિત ભીડ, કરાયેલી વ્યવસ્થા, સંભવિત અવરોધો અને ફાઇનલ મેચના બન્ને સંભવિત પરિણામો, એટલે કે આરસીબીની જીત અથવા પરાજય બંને વિશેની માહિતીના અભાવને કારણે 03.06.2025 ના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે કેએસસીએ દ્વારા કરવામાં આવેલી વિનંતીને મંજૂરી આપી ન હતી.

પોલીસની સલાહ લીધા વગર જ લોકોને બોલાવ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરસીબીએ બીજા દિવસે સવારે 7:01 વાગ્યે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોલીસની સલાહ લીધા વિના એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેમને લોકો માટે મફત પ્રવેશ અને લોકોને વિજય પરેડમાં ભાગ લેવા આમંત્રણ ની માહિતી આપવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે વિજય કૂચ વિધાન સૌધથી શરૂ થશે અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સમાપ્ત થશે.

Advertisment

અન્ય એક પોસ્ટ સવારે 8 વાગ્યે કરવામાં આવી હતી. તેમાં આ માહિતીનું પુનરાવર્તન કરવામાં આવ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ, 04.06.2025 ના રોજ સવારે 8:55 વાગ્યે, આરસીબીએ પોતાના સત્તાવાર હેન્ડલ (@Rcbtweets) પર ટીમના પ્રમુખ ખેલાડી વિરાટ કોહલીની એક વીડિયો ક્લિપ શેર કરી હતી. વીડિયો ક્લિપમાં તેમણે જણાવ્યું હતું કે ટીમ આ જીતની ઉજવણી 04.06.2025ના રોજ બેંગલુરુમાં શહેરમાં લોકો અને આરસીબીના ચાહકો સાથે કરશે.

આ પણ વાંચો - માન્ચેસ્ટરમાં ભારત 89 વર્ષથી જીતની રાહ જોઇ રહ્યું છે, 1990 પછી કોઇ ભારતીય સદી ફટકારી શક્યો નથી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ આરસીબીએ 04.06.2024 ના રોજ બપોરે 3:14 વાગ્યે વધુ એક પોસ્ટ કરી હતી, જેમાં વિધાન સૌધથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી સાંજે 5:00 થી 6:00 વાગ્યા સુધી વિજય કૂચ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે વિજય પરેડ પછી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સમારોહ યોજાશે. આ પોસ્ટમાં પ્રથમ અને એકમાત્ર વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે shop.royalchallengers.com પર મફત પાસ (મર્યાદિત પ્રવેશ) ઉપલબ્ધ છે. અગાઉ પાસ મળવાને લઇને કોઇ માહિતી ન હતી. આનો અર્થ એ થયો કે આરસીબીની પૂર્વ પોસ્ટના આધારે આ ઇવેન્ટ બધા માટે ખુલ્લી હતી.

3 લાખથી વધુ લોકોની ભીડ એકઠી થઈ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરસીબી હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટને મોટો પ્રતિસાદ મળ્યો છે. તેને કુલ મળને 44 લાખ વખત જોવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના પરિણામે 300,000 થી વધુ લોકોની ભારે ભીડ થઈ હતી. ભીડના કદનો અંદાજ કાઢવા માટેનો એક આધાર 04.06.2025 માટે બીએમઆરસીએલની સવારીઓની સંખ્યા છે, જેમાં તે દિવસે લગભગ 9.66 લાખ લોકોને મુસાફરી કરાવી હતી (સામાન્ય સમયમાં સરેરાશ સવારીઓ દરરોજ આશરે 6 લાખ વ્યક્તિઓ હોય છે). તેથી, 04.06.2025 ના રોજ અંદાજિત ભીડ 3 લાખથી વધુ હશે, જેમાં રાહદારીઓ, જાહેર પરિવહન અને ખાનગી માધ્યમોનો ઉપયોગ કરનારાઓનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને તેની આસપાસ એકઠા થયેલા ટોળા ઉપરાંત, એચએએલ એરપોર્ટ (લેન્ડિંગ પોઇન્ટ) થી તાજ વેસ્ટ એન્ડ સુધીના આશરે 14 કિલોમીટરના અંતરે ટીમના સભ્યોની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો શેરીઓમાં એકઠા થયા હતા. આને કારણે ભીડને કાબૂમાં લેવા અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે માર્ગ પર પોલીસ કર્મચારીઓની વ્યાપક નિમણુકની જરૂર હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી સ્થિતિ વધુ ગંભીર બની

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અચાનક થયેલી ભીડના વીડિયો સોશ્યલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આનાથી માહોલ વધુ ખરાબ થયો હતો, જેના કારણે રસ્તામાં અને સ્ટેડિયમમાં વધુ લોકો એકઠા થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રસ્તાઓ પર અચાનક ભીડ એકઠી થવાના કારણે માત્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં જ નહીં, પરંતુ રૂટ પર પણ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તાત્કાલિક તૈનાત કરવાની જરૂર પડી હતી. આયોજકો તરફથી યોગ્ય આયોજનના અભાવે અને સંબંધિત અધિકારીઓને અગાઉથી જરૂરી માહિતી ન આપવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ હતી.

પહેલા મફત પ્રવેશ, પછી મર્યાદિત પાસની ઘોષણાથી અંધાધૂંધી ફેલાઈ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 4 જૂને બપોરે લગભગ 3 વાગે ચિન્નાસ્વામી સ્ટેડિયમની પાસે અચાનક લોકોની ભીડ જામી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મર્યાદિત જગ્યામાં લગભગ 3 લાખ લોકો એકઠા થયા હતા, જે સ્ટેડિયમની ક્ષમતા 35 હજારથી ઘણા વધારે હતા. આરસીબી/આયોજકો દ્વારા તેમના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટ પછી સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર આવી ભીડ એકઠી થઈ હતી કે આ કાર્યક્રમમાં પ્રવેશ બધા માટે મફત રહેશે. ’

રિપોર્ટમાં જણાવાયું છે કે બપોરે લગભગ 3:14 વાગ્યે, આરસીબી અને અન્ય આયોજકોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 'પ્રથમ વખત અને મોડેથી' એક પોસ્ટ શેર કરી હતી, જે સ્પષ્ટ કરે છે કે સ્ટેડિયમમાં પ્રવેશ માટે મર્યાદિત પાસ છે. આને કારણે સ્ટેડિયમમાં પહેલેથી જ એકઠા થયેલા અત્યંત ભાવુક લોકોમાં ભ્રમ, નિરાશા અને અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર કર્ણાટક ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ