ભારતીય ક્રિકેટર પર યુવતીએ લગાવ્યો ગંભીર આરોપ, લગ્નની લાલચ આપી શોષણ કર્યું

Yash Dayal: આઇપીએલ 2025ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભારતનો ફાસ્ટ બોલર યશ દયાલ મુશ્કેલીમાં મુકાયો છે. યશ દયાલ સામે 27 વર્ષની એક મહિલાએ લગ્નની લાલચ આપીને શોષણ કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો

Written by Ashish Goyal
June 28, 2025 22:33 IST
ભારતીય ક્રિકેટર પર યુવતીએ લગાવ્યો ગંભીર આરોપ, લગ્નની લાલચ આપી શોષણ કર્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભારતનો ફાસ્ટ બોલર યશ દયાલ મુશ્કેલીમાં મુકાયો છે (તસવીર - સોશિયલ મીડિયા)

Yash Dayal : આઇપીએલ 2025ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભારતનો ફાસ્ટ બોલર યશ દયાલ મુશ્કેલીમાં મુકાયો છે. યશ દયાલ સામે 27 વર્ષની એક મહિલાએ લગ્નની લાલચ આપીને શોષણ કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ગાઝિયાબાદની રહેવાસી મહિલાએ આ સંબંધમાં મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ પોર્ટલ આઈજીઆરએસ પર આ અંગે ફરિયાદ નોંધાવી છે.

સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે ગાઝિયાબાદના ઈન્દિરાપુરમના સર્કલ ઓફિસર (સીઓ) પાસે રિપોર્ટ માંગ્યો છે અને આઈજીઆરએસ પર નોંધાયેલી ફરિયાદના નિરાકરણ માટે પોલીસને 21 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. મહિલાએ 14 જૂન 2025ના રોજ મહિલા હેલ્પલાઇનમાં પણ ફરિયાદ પણ નોંધાવી હતી.

યુવતીએ ફરિયાદમાં લખ્યું છે કે હું છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી. તેણે વારંવાર લગ્નનું વચન આપ્યું હતું. આ સમય દરમિયાન મારું શારીરિક અને માનસિક શોષણ થયું હતું. હવે હું ન્યાય ઇચ્છું છું.

આ પહેલા પણ રહ્યો છે વિવાદમાં

યશ દયાલ પહેલા પણ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. જૂન 2023માં યશ દયાલના ઇન્સ્ટાગ્રામ પરથી 2 સ્ટોરી શેર કરવામાં આવી હતી, જે કથિત રીતે લવ જેહાદ વિશે હતી. ત્યાર બાદ યશ દયાલે કહ્યું હતું કે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે સ્ટોરી પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ હું કહેવા માગીશ કે બંને સ્ટોરી મારા દ્વારા પોસ્ટ કરવામાં આવી નથી. મેં આ મુદ્દે સંબંધિત વિભાગમાં રિપોર્ટ દાખલ કર્યો છે.

આ પણ વાંચો – ટી 20 ક્રિકટમાં પાવરપ્લે નિયમમાં ફેરફાર, ઓવર કટ થવા પર લાગુ થશે, આસાન રીતે સમજો

યશ દયાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે કોઈ મારા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. મેં આવી કોઈ સ્ટોરી મૂકી નથી. હું માનું છું કે મારા એકાઉન્ટમાંથી બીજા કોઈએ આ કર્યું છે. જો કે, હું મારા એકાઉન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ માટે મારા પ્રયાસો ચાલુ છે.

યશ દયાલ પહેલી વાર 2022માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે KKRના રિંકુ સિંહે તેની ઓવરમાં 5 છગ્ગા ફટકારીને તેની ટીમને જીત અપાવી હતી. યશ દયાલે આઈપીએલ 2025માં 15 મેચમાં 13 વિકેટ લીધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ