Royal Challengers Bengaluru vs Delhi Capitals Highlights, IPL 2024, આઈપીએલ 2024, બેંગ્લોર વિ. દિલ્હી સ્કોર : રજત પાટીદારની અડધી સદી (52) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 47 રને વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 19.1 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આરસીબીએ સતત પાંચમી જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી છે.
દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ
-આરસીબી તરફથી યશ દયાલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. લોકી ફર્ગ્યુસનને 2 વિકેટ મળી.
-કુલદીપ યાદવ 10 બોલમાં 6 રન બનાવી યશ દયાલની ઓવરમાં આઉટ.
-મુકેશ કુમાર 7 બોલમાં 3 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો.
-અક્ષર પટેલ 39 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 57 રન બનાવી યશ દયાલનો શિકાર બન્યો.
-રસિક સલામ ડાર 12 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી કેચ આઉટ થયો.
-અક્ષર પટેલે 30 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-દિલ્હી કેપિટલ્સે 11.5ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ટ્રિસ્ટન સ્ટબ્સ 4 બોલમાં 3 રન બનાવી રન આઉટ થયો.
-શાઇ હોપ 23 બોલમાં 4 ફોર સાથે 29 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો.
-દિલ્હી કેપિટલ્સે 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-કુમાર કુશાગ્ર 3 બોલમાં 2 રન બનાવી સિરાજની ઓવરમાં એલબીનો શિકાર થયો.
-જેક ફ્રેઝર-મેકગર્ક 8 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 21 રન બનાવી રન આઉટ થયો.
-અભિષેક પોરેલ 3 બોલમાં 2 રન બનાવી યશ દયાલનો શિકાર બન્યો,
-ડેવિડ વોર્નર 2 બોલમાં 1 રન બનાવી સ્વપ્નિલ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – અજીબ પ્રકારે રન આઉટ થયો રવિન્દ્ર જાડેજા, આઈપીએલમાં આવી રીતે આઉટ થનાર ત્રીજો ખેલાડી બન્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇનિંગ્સ
-દિલ્હી તરફથી રસિક સલામ અને ખલીલ અહમદે સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.
-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 9 વિકેટે 187 રન બનાવ્યા. દિલ્હીને જીતવા માટે 188 રનનો પડકાર મળ્યો.
-કેમરોન ગ્રીનના 24 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે અણનમ 32 રન.
-મોહમ્મદ સિરાજ શૂન્ય રને રન આઉટ.
-કર્ણ શર્મા 4 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી રન આઉટ થયો.
-સ્વપ્નિલ સિંહ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના રસિક સલામની ઓવરમાં આઉટ થયો.
-દિનેશ કાર્તિક 2 બોલમાં ખાતું ખોલાયા વિના ખલીલ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.
-મહિપાલ લોમરોર 8 બોલમાં 1 સિક્સર સાથે 13 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો.
-વિલ જેક્સ 29 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 41 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
-રજત પાટીદારે 32 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 52 રન બનાવી સલામની ઓવરમાં કેચ આઉટ થયો.
-રજત પાટીદારે 29 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 9.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-વિરાટ કોહલી 13 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 27 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં આઉટ થયો.
-પ્લેસિસ 7 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
-આ મેચમાં ઋષભ પંતના સ્થાને અક્ષર પટેલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
-દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, મહિપાલ લોમરોર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, યશ દયાલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન.
દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુમાર કુશાગ્ર, અક્ષર પટેલ (કેપ્ટન), કુલદીપ યાદવ, રસિક સલામ ડાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.





