/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/RCB-vs-KKR-Live-Score.jpg)
RCB vs KKRHighlights, IPL 2024: આઈપીએલ 2024ના દશમાં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો
Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024 આરસીબી વિ. કેકેઆર સ્કોર : વેંકટેશ ઐયરની અડધી સદી અને સુનીલ નારાયણના 47 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરે 16.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાએ સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે બેંગલોરનો બીજો પરાજય થયો છે. આઈપીએલ 2024માં ઘરઆંગણે બેંગલોરનો પરાજય થતા જ હોમગ્રાઉન્ડમાં જીતવાનો સિલસિલો અટક્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી બધી જ ટીમોએ તેના ઘરઆંગણે વિજય મેળવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
ફિલિપ સોલ્ટ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
- Mar 29, 2024 23:16 IST
કેકેઆરનો 7 વિકેટે વિજય
વેંકટેશ ઐયરની અડધી સદી અને સુનીલ નારાયણના 47 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરે 16.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાએ સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે બેંગલોરનો બીજો પરાજય થયો છે. આઈપીએલ 2024માં ઘરઆંગણે બેંગલોરનો પરાજય થતા જ હોમગ્રાઉન્ડમાં જીતવાનો સિલસિલો અટક્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી બધી જ ટીમોએ તેના ઘરઆંગણે વિજય મેળવ્યો છે.
- Mar 29, 2024 23:08 IST
શ્રેયસ ઐયરના અણનમ 39 રન
શ્રેયસ ઐયરના 24 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે અણનમ 39 રન. રિંકુ સિંહના અણનમ 5 રન.
- Mar 29, 2024 23:07 IST
વેંકટેશ ઐયર 50 રને આઉટ
વેંકટેશ ઐયર 30 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 50 રન ફટકારી યશ દયાલની ઓવરમાં આઉટ થયો.
- Mar 29, 2024 22:37 IST
વેંકટેશ ઐયરે અડધી સદી ફટકારી
વેંકટેશ ઐયરે 29 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Mar 29, 2024 22:36 IST
ફિલિપ સોલ્ટ 30 રને આઉટ
ફિલિપ સોલ્ટ 20 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 30 રન બનાવી વિજય કુમારની ઓવરમાં આઉટ થયો. કેકેઆરે 92 રને બીજી વિકેટ ગુમાવી.
- Mar 29, 2024 22:34 IST
સુનીલ નારાયણ 47 રન બનાવી આઉટ
સુનીલ નારાયણ 22 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે 47 રન બનાવી મયંક ડાંગરની ઓવરમાં આઉટ થયો.
- Mar 29, 2024 21:42 IST
કેકેઆરના 4 ઓવરમાં વિના વિકેટે 53 રન
કેકેઆર તરફથી ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે શાનદાર શરૂઆત અપાવી. 4 ઓવરમાં વિના વિકેટે 53 રન બનાવ્યા.
- Mar 29, 2024 21:23 IST
કેકેઆર તરફથી હર્ષિત રાણા અને આન્દ્રે રસેલે 2-2 વિકેટ ઝડપી
કેકેઆર તરફથી હર્ષિત રાણા અને આન્દ્રે રસેલે 2-2 વિકેટ ઝડપી. સુનીલ નારાયણને 1 વિકેટ મળી.
- Mar 29, 2024 21:15 IST
આરસીબીના 20 ઓવરમાં 6 વિકેટે 182 રન
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા. કેકેઆરને 183 રનનો પડકાર મળ્યો છે.
- Mar 29, 2024 21:14 IST
વિરાટ કોહલીના અણનમ 83 રન
વિરાટ કોહલીના 59 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અણનમ 83 રન.
- Mar 29, 2024 21:13 IST
દિનેશ કાર્તિક 20 રને રન આઉટ થયો
દિનેશ કાર્તિક 13 બોલમાં 3 સિક્સર સાથે 20 રન બનાવી રન આઉટ થયો.
- Mar 29, 2024 21:02 IST
અનુજ રાવત 3 રન બનાવી આઉટ થયો
અનુજ રાવત 3 બોલમાં 3 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં આઉટ થયો.
- Mar 29, 2024 20:51 IST
રજત પાટીદાર 3 રને આઉટ
રજત પાટીદાર 4 બોલમાં 3 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 144 રને ચોથી વિકેટ ગુમાવી.
- Mar 29, 2024 20:42 IST
આરસીબીના 16 ઓવરમાં 3 વિકેટે 141 રન
આરસીબીના 16 ઓવરમાં 3 વિકેટે 141 રન. વિરાટ કોહલી 67 અને રજત પાટીદાર 2 રને રમતમાં છે.
- Mar 29, 2024 20:34 IST
ગ્લેન મેક્સવેલ 28 રને આઉટ
ગ્લેન મેક્સવેલ 19 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 28 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં કેચ આઉટ થયો.
- Mar 29, 2024 20:24 IST
વિરાટ કોહલીની અડધી સદી
વિરાટ કોહલીએ 36 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Mar 29, 2024 20:11 IST
આરસીબીના 9 ઓવરમાં 2 વિકેટે 82 રન
આરસીબીના 9 ઓવરમાં 2 વિકેટે 82 રન. વિરાટ કોહલી 41 અને મેક્સવેલ 00 રને રમતમાં છે.
- Mar 29, 2024 20:10 IST
કેમરુન ગ્રીન 33 રને આઉટ
કેમરુન ગ્રીન 21 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 33 રન બનાવી રસેલની ઓવરમાં બોલ્ડ થયો. આરસીબીએ 82 રને બીજી વિકેટ ગુમાવી.
- Mar 29, 2024 20:07 IST
પ્લેસિસ 8 રને આઉટ
પ્લેસિસ 6 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Mar 29, 2024 19:35 IST
વિરાટ કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા
આરસીબીના વિરાટ કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.
- Mar 29, 2024 19:13 IST
કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
ફિલિપ સોલ્ટ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
- Mar 29, 2024 19:12 IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
- Mar 29, 2024 19:10 IST
કેકેઆરના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીત્યો
🚨 Toss 🚨@KKRiders win the toss and elect to field against @RCBTweets
Follow the Match ▶️ https://t.co/CJLmcs7aNa#TATAIPL | #RCBvKKRpic.twitter.com/hUcwrrKilK— IndianPremierLeague (@IPL) March 29, 2024
- Mar 29, 2024 19:07 IST
કેકેઆરે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Mar 29, 2024 18:42 IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં કેકેઆર અને આરસીબી વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 18 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો વિજય થયો છે. જ્યારે 14 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 84 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 213 છે અને લોએસ્ટ સ્કોર 49 રન છે. છેલ્લી વખત જ્યારે બન્ને ટકરાયા હતા ત્યારે કોલકાતાનો વિજય થયો હતો.
- Mar 29, 2024 18:33 IST
કોલકાતા વિ. બેંગલોર વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ના દશમાં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us