IPL 2024, RCB vs LSG Highlights : આઈપીએલ 2024, આરસીબી 153 રનમાં ઓલઆઉટ, લખનઉનો 28 રને વિજય

RCB vs LSG Highlights Royal Challengers Bengaluru vs Lucknow Super Giants : ડી કોકના 56 બોલમાં 8 ફોર 5 સિક્સર સાથે 81 રન. મયંક યાદવની 3 વિકેટ

RCB vs LSG Highlights Royal Challengers Bengaluru vs Lucknow Super Giants : ડી કોકના 56 બોલમાં 8 ફોર 5 સિક્સર સાથે 81 રન. મયંક યાદવની 3 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RCB vs LSG Live Updates, RCB vs LSG, IPL 2024

RCB vs LSG Live Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Highlights, IPL 2024, આઈપીએલ 2024 બેંગલોર વિ લખનઉ સ્કોર : ક્વિન્ટોન ડી કોકના 81 રન પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 28 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, રીસ ટોપલે, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટવન), દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ.

  • Apr 02, 2024 23:19 IST

    લખનઉ સુપર જાયન્ટ્સનો 28 રને વિજય

    ક્વિન્ટોન ડી કોકના 81 રન પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 28 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે.



  • Apr 02, 2024 23:15 IST

    આરસીબી 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ

    આરસીબી 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ. લખનઉ સુપર જાયન્ટ્સનો 28 રને વિજય.



  • Advertisment
  • Apr 02, 2024 23:10 IST

    દિનેશ કાર્તિક 4 રને આઉટ

    દિનેશ કાર્તિક 8 બોલમાં 4 રન બનાવી નવીન ઉલ હકનો શિકાર બન્યો. આરસીબીએ 136 રને સાતમી વિકેટ ગુમાવી.



  • Apr 02, 2024 23:09 IST

    રજત પાટીદાર 29 રને આઉટ

    રજત પાટીદાર 21 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 29 રન બનાવી મયંક યાદવનો શિકાર બન્યો.



  • Apr 02, 2024 22:31 IST

    અનુજ રાઉત 11 રને આઉટ

    અનુજ રાઉત 21 બોલમાં 11 રન બનાવી સ્ટોઇનિસની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 94 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Apr 02, 2024 22:03 IST

    કેમરૂન ગ્રીન 9 રને આઉટ

    કેમરૂન ગ્રીન 9 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી મયંક યાદવની ઓવરમાં બોલ્ડ થયો. આરસીબીએ 58 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 02, 2024 21:51 IST

    ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાયા વિના આઉટ

    ગ્લેન મેક્સવેલ 2 બોલમાં ખાતું ખોલાયા વિના મયંક યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 43 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 02, 2024 21:50 IST

    પ્લેસિસ 19 રને રન આઉટ

    પ્લેસિસ 13 બોલમાં 3 ફોર સાથે 19 રન બનાવી રન આઉટ થયો.



  • Apr 02, 2024 21:43 IST

    વિરાટ કોહલી 22 રને આઉટ

    વિરાટ કોહલી 16 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 22 રન બનાવી એમ સિદ્ધાર્થની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 02, 2024 21:34 IST

    વિરાટ કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા

    આરસીબી તરફથી વિરાટ કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. એમ સિદ્ધાર્થની પ્રથમ ઓવરમાં 3 રન ફટકાર્યા.



  • Apr 02, 2024 21:12 IST

    લખનઉ સુપર જાયન્ટ્સના 20 ઓવરમાં 5 વિકેટે 181 રન

    લખનઉ સુપર જાયન્ટ્સના 20 ઓવરમાં 5 વિકેટે 181 રન. આરસીબીને જીતવા માટે 182 રનનો પડકાર.



  • Apr 02, 2024 21:12 IST

    નિકોલસ પૂરનના અણનમ 40 રન

    નિકોલસ પૂરન 21 બોલમાં 1 ફોર 5 સિક્સર સાથે 40 રને અણનમ રહ્યો.



  • Apr 02, 2024 21:04 IST

    આયુષ બદોની ખાતું ખોલાયા વિના આઉટ

    આયુષ બદોની 3 બોલમાં 00 રન બનાવી યશ દયાલની ઓવરમાં આઉટ થયો.



  • Apr 02, 2024 20:54 IST

    ક્વિન્ટોન ડી કોક 81 રને આઉટ

    ક્વિન્ટોન ડી કોક 56 બોલમાં 8 ફોર 5 સિક્સર સાથે 81 રન બનાવી ટોપલેની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 02, 2024 20:38 IST

    માર્કસ સ્ટોઇનિસ 24 રને આઉટ

    માર્કસ સ્ટોઇનિસ 15 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 24 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 129 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 02, 2024 20:34 IST

    ક્વિન્ટોન ડી કોકની અડધી સદી

    ક્વિન્ટોન ડી કોકે 37 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 02, 2024 20:18 IST

    દેવદત્ત પડિક્કલ 6 રને આઉટ

    દેવદત્ત પડિક્કલ 11 બોલમાં 6 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 73 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 02, 2024 20:16 IST

    કેએલ રાહુલ 20 રને આઉટ

    કેએલ રાહુલ 14 બોલમાં 2 સિક્સર સાથે 20 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 02, 2024 19:53 IST

    લખનઉ સુપર જાયન્ટ્સના 5 ઓવરમાં વિના વિકેટે 46 રન

    લખનઉ સુપર જાયન્ટ્સના 5 ઓવરમાં વિના વિકેટે 46 રન. ડી કોક 31 અને કેએલ રાહુલ 14 રને રમતમાં છે.



  • Apr 02, 2024 19:52 IST

    કેએલ રાહુલ અને ડી કોક ઓપનિંગમાં ઉતર્યા

    લખનઉ તરફથી કેએલ રાહુલ અને ડી કોક ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 12 રન ફટકાર્યા.



  • Apr 02, 2024 19:18 IST

    લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટવન), દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ.



  • Apr 02, 2024 19:17 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, રીસ ટોપલે, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.



  • Apr 02, 2024 19:13 IST

    આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    લખનઉ સામે આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.



  • Apr 02, 2024 18:19 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ લખનઉ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં બેંગલોર અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં આરસીબીનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં લખનઉનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં આરસીબીનો હાઈએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 126 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 108 રન છે. 2023ની સિઝનમાં એક મેચમાં આરસીબીનો અને એક મેચમાં લખનઉનો વિજય થયો હતો.



  • Apr 02, 2024 18:18 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.



રોયલ ચેલેન્જર્સ બેંગલોર લખનઉ સુપર જાયન્ટ્સ IPL Virat Kohli રાહુલ ગાંધી સ્પોર્ટ્સ