Royal Challengers Bengaluru vs Punjab Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024 આરસીબી વિ. પંજાબ કિંગ્સ સ્કોર : વિરાટ કોહલીની અડધી સદી (77) અને દિનેશ કાર્તિક (28), મહિપાલ લોમરોરની (17) આક્રમક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આરસીબીએ આઈપીએલ 2024માં પ્રથમ જીત નોંધાવી છે. જ્યારે પંજાબનો પ્રથમ પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન : શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા , લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, અલ્ઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.





