RCB vs RR IPL 2024 Eliminator Highlights : આઈપીએલ 2024, રાજસ્થાન રોયલ્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, આરસીબીનું સપનું ફરી રોળાયું

Royal Challengers Bengaluru vs Rajasthan Royals IPL 2024 Eliminator Highlights : રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર-2 માં 24 મે ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે, આરસીબીનો 4 વિકેેટે પરાજય

Royal Challengers Bengaluru vs Rajasthan Royals IPL 2024 Eliminator Highlights : રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર-2 માં 24 મે ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે, આરસીબીનો 4 વિકેેટે પરાજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2024 Eliminator Live Updates, IPL 2024 Eliminator, RCB vs RR, IPL 2024

RCB vs RR Eliminator Highlights : આઈપીએલ 2024ની એલિમિનેટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય

RCB vs RR Highlightsin Gujarati : આઈપીએલ 2024, બેંગ્લોર વિ. રાજસ્થાન એલિમિનેટર સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ યશસ્વી જયસ્વાલ (45)ની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024ની એલિમેનિટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટે પડકાર મેળવી લીધો હતો.

Advertisment

આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2 માં પ્રવેશ કર્યો છે. જ્યાં તે 24 મે ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બીજી તરફ પરાજય સાથે આરસીબીના અભિયાનનો અંત આવ્યો છે. આ સાથે જ ફરી એક વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું તેનું સપનું રોળાઇ ગયું છે.

વિરાટ કોહલીના 8000 રન

આઈપીએલના ઇતિહાસમાં વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે બુધવારે (22 મે) રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટરમાં 24 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ્સ દરમિયાન તેણે આઈપીએલમાં 8000 રન પૂરા કર્યા હતા. આઈપીએલમાં આટલા રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

Advertisment

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ સિરાજ.

  • May 22, 2024 23:32 IST

    આરસીબીના અભિયાનનો અંત

    આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2 માં પ્રવેશ કર્યો છે. જ્યાં તે 24 મે ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બીજી તરફ પરાજય સાથે આરસીબીના અભિયાનનો અંત આવ્યો છે. આ સાથે જ ફરી એક વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું તેનું સપનું રોળાઇ ગયું છે.



  • May 22, 2024 23:31 IST

    રાજસ્થાન રોયલ્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ યશસ્વી જયસ્વાલ (45)ની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024ની એલિમેનિટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટે પડકાર મેળવી લીધો હતો.



  • May 22, 2024 23:31 IST

    રોવમેન પોવેલના અણનમ 16 રન

    રોવમેન પોવેલના 8 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 16 રન.



  • May 22, 2024 23:21 IST

    હેટમાયર 26 રને આઉટ

    હેટમાયર 14 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 26 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 22, 2024 23:17 IST

    રિયાન પરાગ બોલ્ડ

    રિયાન પરાગ 26 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 36 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.



  • May 22, 2024 23:10 IST

    રાજસ્થાનના 150 રન

    રાજસ્થાન રોયલ્સે 16.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.



  • May 22, 2024 22:51 IST

    ધ્રુવ જુરેલ રન આઉટ

    ધ્રુવ જુરેલ 8 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી રન આઉટ થયો.



  • May 22, 2024 22:39 IST

    રાજસ્થાનના 100 રન

    રાજસ્થાન રોયલ્સે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • May 22, 2024 22:28 IST

    સંજુ સેમસન આઉટ

    સંજુ સેમસન 14 બોલમાં 2 સિક્સર સાથે 17 રન બનાવી કર્ણ શર્માની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.



  • May 22, 2024 22:27 IST

    યશસ્વી જયસ્વાલ 45 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 30 બોલમાં 8 ફોર સાથે 45 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 22, 2024 22:26 IST

    રાજસ્થાનના 50 રન

    રાજસ્થાન રોયલ્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • May 22, 2024 22:25 IST

    ટોમ કોહલર-કેડમોર 20 રને આઉટ

    ટોમ કોહલર-કેડમોર 15 બોલમાં 4 ફોર સાથે 20 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો.



  • May 22, 2024 21:36 IST

    જયસ્વાલ અને ટોમ કોહલર-કેડમોર ઓપનિંગમાં ઉતર્યા

    રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ અને ટોમ કોહલર-કેડમોર ઓપનિંગમાં ઉતર્યા. સ્વપ્નિલ સિંહની પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.



  • May 22, 2024 21:23 IST

    અવેશ ખાનની 3 વિકેટ

    રાજસ્થાન રોયલ્સ તરફથી અવેશ ખાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી. અશ્વિનને 2 વિકેટ. જ્યારે સંદીપ શર્મા, બોલ્ટ અને ચહલને 1-1 વિકેટ મળી.



  • May 22, 2024 21:23 IST

    આરસીબીના 20 ઓવરમાં 8 વિકેટે 172 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 20 ઓવરમાં 8 વિકેટે 172 રન. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 173 રનનો પડકાર મળ્યો છે.



  • May 22, 2024 21:22 IST

    કર્ણ શર્મા 5 રને આઉટ

    કર્ણ શર્મા 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 22, 2024 21:16 IST

    મહિપાલ લોમરોર 32 રને આઉટ

    મહિપાલ લોમરોર 17 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 32 રન બનાવી અવેશ ખાનનો શિકાર બન્યો.



  • May 22, 2024 21:07 IST

    દિનેશ કાર્તિક 11 રને આઉટ

    દિનેશ કાર્તિક 13 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 22, 2024 21:04 IST

    આરસીબીના 150 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.



  • May 22, 2024 20:42 IST

    રજત પાટીદાર 34 રને આઉટ

    રજત પાટીદાર 22 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 34 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં આઉટ થયો.



  • May 22, 2024 20:40 IST

    ગ્લેન મેક્સવેલનું ગોલ્ડન ડક

    ગ્લેન મેક્સવેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 22, 2024 20:30 IST

    કેમરોન ગ્રીન 27 રને આઉટ

    કેમરોન ગ્રીન 21 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 27 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 22, 2024 20:09 IST

    વિરાટ કોહલી 33 રને આઉટ

    વિરાટ કોહલી 24 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 33 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 56 રને બીજી વિકેટ ગુમાવી.



  • May 22, 2024 20:05 IST

    આરસીબીના 50 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • May 22, 2024 20:05 IST

    ફાફ ડુ પ્લેસિસ 17 રને આઉટ

    ફાફ ડુ પ્લેસિસ 14 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 17 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 22, 2024 19:35 IST

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા

    આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. ટ્રેન્ટ બોલ્ટની પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.



  • May 22, 2024 19:12 IST

    રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઇલેવન

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ સિરાજ



  • May 22, 2024 19:12 IST

    રાજસ્થાન રોયલ્સ પ્લઈંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.



  • May 22, 2024 19:07 IST

    રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2024ની એલિમિનેટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે



  • May 22, 2024 18:47 IST

    22મી મેના રોજ અમદાવાદનું હવામાન કેવું રહેશે?

    AccuWeather.com મુજબ, અમદાવાદમાં 22 મેના રોજ દિવસ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જે સાંજ સુધીમાં ઘટીને 31-32 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. IPLની આ સિઝનમાં વરસાદને કારણે ઘણી વખત રમતમાં વિક્ષેપ પડ્યો છે. જોકે, તાજેતરનો અહેવાલ એવો છે કે અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો મેચમાં વરસાદની 0% શક્યતા છે. આનો અર્થ એ થયો કે વરસાદની મેચ પર અસર થવાની સંભાવના નથી અને દર્શકો કોઈપણ વિક્ષેપ વિના રમતનો આનંદ માણી શકશે.



  • May 22, 2024 18:46 IST

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અગાઉની મેચો કરતાં વધુ સૂકી હોવાની અપેક્ષા છે. પરિણામે, બેટ્સમેનોને અહીં શરૂઆતમાં રન બનાવવાનું પડકારજનક લાગી શકે છે. ઝડપી બોલરો આનો ફાયદો ઉઠાવી શકે છે. જોકે જૂની બોલ સાથેની મધ્ય ઓવરોમાં વિકેટ પણ સ્પિનરોને થોડી મદદ કરી શકે છે. રમતના બીજા ભાગમાં બેટિંગ-ફ્રેંડલી સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ઝાકળ પણ આમાં એક પરિબળ બની શકે છે. પરિણામે, ટોસ જીતનારી ટીમ ઝાકળવાળી સ્થિતિમાં લક્ષ્યનો પીછો કરવાના સંભવિત લાભને ધ્યાનમાં રાખીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.



  • May 22, 2024 18:09 IST

    અમદાવાદમાં બેગ્લોર અને રાજસ્થાનનો રેકોર્ડ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર આ સ્ટેડિયમમાં 5 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 206 છે અને લોએસ્ટ સ્કોર 145 રન છે.

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સના રેકોર્ડની વાત કરવામાં આવે તો 15 મેચ રમ્યું છે. જેમાં રાજસ્થાનનો 9 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 201 રન છે અને લોએસ્ટ સ્કોર 102 રન છે.



  • May 22, 2024 18:07 IST

    રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચો રમાઇ છે. જેમાં 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે અને 13 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. ત્રણ મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગ્લોરનો હાઈએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 70 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 58 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં ટકરાયા ત્યારે રાજસ્થાનનો 6 વિકેટે વિજય થયો હતો.



  • May 22, 2024 18:07 IST

    એલિમિનેટર મેચમાં બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની એલિમિનેટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જે પણ ટીમનો પરાજય થશે તેના અભિયાનનો અંત આવશે



રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર IPL Virat Kohli સ્પોર્ટ્સ