Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024 બેંગલોર વિ. હૈદરાબાદ સ્કોર : ટ્રેવિસ હેડની સદી અને હેનરિચ ક્લાસેનની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 25 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 287 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 262 રન બનાવ્યા હતા. આ મેચમાં કુલ 40 ઓવરમાં 549 રન બન્યા હતા. હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે. આ પહેલા પણ તેનો જ રેકોર્ડ હતો. 2024માં જ મુંબઈ સામે 277 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, એસ. ચૌહાણ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, રિસે ટોપલી, લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વૈશક, યશ દયાલ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિચ ક્લાસેન, અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.





