rinku singh shirtless picture : આઇપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર કોલકાતા નાઇટ રાઇડર્સનો વિસ્ફોટક ખેલાડી અને ફિનિશર રિંકુ સિંહ હાલના દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહ્યો છે. રિંકુ સિંહે તાજેતરમાં જ માલદીવથી પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેણે ઇન્ટરનેટ પર ચર્ચા ઉભી કરી હતી. આ ફોટોમાં સિક્સ પેક એબ્સ સાથે રિંકુની બોડી પણ જોવા મળી હતી, જે પ્રશંસકોને ખૂબ પસંદ આવી હતી.
કેકેઆરના કેપ્ટનની પત્નીની ટિપ્પણી
રિંકુના આ ફોટા પર ઘણા લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને જબરદસ્ત કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાની પત્ની સાચી મારવાહે રિંકુના આવા જ એક શર્ટલેસ ફોટો પર કોમેન્ટ કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. સાચીએ રિંકુના ફોટો પર કોમેન્ટ કરી અને લખ્યું – ગુડ અને પછી કોમેન્ટ બોક્સમાં વ્હાઇટ હાર્ટ પોસ્ટ કર્યું છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાને આઈસીસી સામે રાખી નવી શરત, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવા માંગતું નથી
જ્યારે સાચીએ રિંકુનો ફોટો ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કર્યો
તમને જણાવી દઈએ કે રિંકુ સિંહ અને સાચી મારવાહ લાંબા સમયથી સારા મિત્રો છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. આઈપીએલ 2023 દરમિયાન રિંકુની શાનદાર ઈનિંગ્સ બાદ સાચીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો અને રિંકુનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. રિકુએ જ્યારે લખનઉ સામે 67 રન ફટકાર્યા ત્યારે સાચીએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર રિંકુ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. આમાં સાચીએ રિંકુના ખભા પર પોતાનું માથું મુકેલું હતું.
સાચી મારવાહ કોણ છે?
સાચી મારવાહ આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન નીતિશ રાણાની પત્ની છે. સાચી વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તે દિલ્હીની છે. સાચીનો મોસ્ટ ફેશનેબલ ક્રિકેટરોની પત્નીમાં સમાવેશ થાય છે. સાચીએ સ્કૂલનું શિક્ષણ એરફોર્સ ભારતી સ્કૂલ, નવી દિલ્હીથી કર્યું છે. સાચી અને રિંકુ ગાઢ મિત્રો છે અને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.





