scorecardresearch

Rishabh Pant Car Accident: ઋષભ પંત ક્યાં સુધી મેદાનથી દૂર રહેશે? લિંગામેન્ટ ઇન્જરીને લઇને ડોક્ટરે આપ્યું નિવેદન

Cricketer Rishabh Pant Accident News : અકસ્માત પછી ઋષભ પંતને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તો તેની સારવાર ડોક્ટર સુશીલ નાગરે કરી હતી

Rishabh Pant Car Accident: ઋષભ પંત ક્યાં સુધી મેદાનથી દૂર રહેશે? લિંગામેન્ટ ઇન્જરીને લઇને ડોક્ટરે આપ્યું નિવેદન
ક્રિકેટર ઋષભ પંતનો કાર અકસ્માત (તસવીર – સોશિયલ મીડિયા)

Rishabh Pant Injury Updates: ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર ઋષભ પંતનો ઉત્તરાખંડમાં રૂડકી બોર્ડર પાસે અકસ્માત થયો હતો. દિલ્હીથી રુડકી જતા સમયે કાર ડિવાઇડરથી ટકરાઇ હતી. તેને પગ, પીઠ અને માથામાં ઇજા પહોંચી છે. તેને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત પછી કારમાં આગ લાગી હતી. બીસીસીઆઈએ ઋષભ પંતને (Rishabh Pant) લઇને અપડેટ જાહેર કર્યું છે. તેની ઇજા કેટલી ગંભીર છે તે એમઆરઆઈ સ્કેન થયા પછી ખબર પડશે. જોકે તેને જમણા ઘૂંટણમાં લિંગામેન્ટ ટિયર (Ligament Tear) થયું છે.

અકસ્માત પછી ઋષભ પંતને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તો તેની સારવાર ડોક્ટર સુશીલ નાગરે કરી હતી. તેમણે જણાવ્યું કે જમણા ઘૂંટણમાં ઇજા થઇ છે પણ અક્સ-રે થી ખબર પડે છે કે ફ્રેક્ચર નથી. તેને લિંગામેન્ટ ટિયર થયું છે. MRI સ્કેન અને આગળના સ્કેનથી ખબર પડશે કે તેની ઇજા કેટલી ગંભીર છે.

લિંગામેન્ટની ઇજા થવામાં 2 થી 6 મહિના સુધીનો સમય લાગે

સમાચાર એજન્સી પીટીઆઈએ ડોક્ટર સુશીલ નાગરના હવાલાથી જણાવ્યું કે લિંગામેન્ટની ઇજા ઠીક થવામાં 2 થી 6 મહિના સુધીનો સમય લાગે છે. પંતની પીઠ પર ઉંડો ઘાવ છે પણ સળગેલો નથી. કારમાં આગ લાગવાની સાથે જ કાચ તોડીને બહાર કુદવાના કારણે ઇજા થઇ છે. પીઠ પર પડવાના કારણે ચામડી છોલાઇ ગઇ છે.

આ પણ વાંચો – ઋષભ પંત અકસ્માત સમયે 67 લાખની કારમાં બેઠો હતો, જાણો કેટલી સંપત્તિ અને કારનો માલિક?

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી અને આઈપીએલમાંથી થઇ શકે છે બહાર

ઋષભ પંત કેટલા દિવસ મેદાનથી દૂર રહેશે આ જાણકારી બીસીસીઆઈ આપશે પણ તે ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ શકે છે. 9 ફેબ્રુઆરીથી 22 માર્ચ દરમિયાન આ શ્રેણી રમાશે. આ પછી માર્ચ-એપ્રિલમાં આઈપીએલ થવાની છે. તે પણ ગુમાવે તેવી સંભાવના છે.

શ્રીલંકા સામે શ્રેણીમાં ટી-20 અને વન-ડેમાં પસંદગી થઇ નથી

શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થતી ટી-20 શ્રેણીમાં ઋષભ પંતનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો નથી. આ સિવાય વન-ડે શ્રેણીમાં પણ સમાવેશ કરાયો નથી.

Web Title: Rishabh pant accident doctor said ligament injury takes 2 to 6 months to recover

Best of Express