Rishabh Pant: ઋષભ પંતે અકસ્માત બાદ કર્યા 3 ચમત્કાર, યુવા વિકેટકીપરે જણાવી 15 મહિનામાં ક્રિકેટ મેદાનમાં વાપસીની કહાણી

Rishabh Pant Comebank Cricket: ઋષણ પંત કાર અક્સમાતના 15 મહિના બાદ ક્રિકેટ મેદાન પર પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટકીપર ટી20 વર્લ્ડકપમાં શાનદાર પર્ફોર્મન્સ કરી રહ્યો છે.

Written by Ajay Saroya
Updated : June 09, 2024 09:37 IST
Rishabh Pant: ઋષભ પંતે અકસ્માત બાદ કર્યા 3 ચમત્કાર, યુવા વિકેટકીપરે જણાવી 15 મહિનામાં ક્રિકેટ મેદાનમાં વાપસીની કહાણી
Rishabh Pant: ઋષણ પંત ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર છે. (Photo - @rishabpant)

Rishabh Pant Comebank Cricket: ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટી-20 વર્લ્ડકપમાં શાનદાર પર્ફોર્મન્સ દેખાડી રહ્યો છે. જોકે એક વર્ષ પહેલા સુધી પંતને એ પણ ખબર નહોતી કે તે ક્યારેય ક્રિકેટના મેદાન પર પગ મૂકી શકશે કે નહીં. જો કે પંતની મક્કમ જીદ અને તેણે કરેલા ચમત્કારોને કારણે અશક્ય કામ શક્ય બન્યું હતુ. ઋષણ પંતે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના ક્રિકેટ મેદાનમાં પરત ફરવાની સંપૂર્ણ કહાણી સંભળાવી હતી.

ડૉક્ટરે પંતને સાજા થવા માટે 2-3 વર્ષનો સમય આપ્યો હતો

ઋષભ પંતે એ ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ડૉક્ટરે મને કહ્યું કે મને સાજા થતાં 2-3 વર્ષ લાગશે, પરંતુ ડૉ. દિનશા પારડીવાલાએ અદ્ભુત કામ કર્યું. પારડીવાલા મારી પાસે આવ્યા અને કહ્યું, ઋષભ, જો, તારે 3 ચમત્કારોની જરૂર છે. તમે બે ચમત્કારો કરી ચૂક્યા છો. મેં તેમને પૂછ્યું કે કયા ચમત્કારો છે.

ઋષણ પંતે પોતે ઘૂંટણ વાળી લીધા

આ પછી ડોક્ટરે પંતને કહ્યું કે, સૌથી પહેલા તો તમે અકસ્માત બાદ પણ જીવિત છો, તમારામાં ચમત્કાર છે, બીજું કે તમારા જમણા ઘૂંટણ જે 90 ડિગ્રી જમણી બાજુ વળેલું હતું, તમે તેને કોઈની મદદથી અકસ્માત બાદ તરત જ તે જ જગ્યાએ મૂકી દીધો. જો આ બધું ન કરવામાં આવ્યું હોત તો અંગવિચ્છેદન (પગ, આંગળી કે શરીરના અન્ય કોઈ ભાગને દૂર કરવો) કરવો પડ્યો હોત.

ઋષણ પંતને ત્રીજા ચમત્કારની જરુર

આ પછી ડોક્ટર પંતે કહ્યું, તમે પહેલા પણ બે ચમત્કાર કર્યા છે, જો એસીએલ (અગ્રવર્તી ક્રુસિએટ અસ્થિબંધન) અને પીસીએલ (પોસ્ટીરીયર ક્રુસિએટ અસ્થિબંધન)ની સર્જરી ન થાય તો તે ત્રીજો ચમત્કાર હશે.

આ પણ વાંચો | T20 વર્લ્ડ કપ : અમેરિકાએ પાકિસ્તાનને પછાડ્યું, ગુજરાતમાં જન્મેલા કેપ્ટન, મુંબઈના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરનો જીતમાં ફાળો

ઋષણ પંતના એસીએલ અને પીસીએલ જાતે જ સ્વસ્થ થયા

ઋષભ પંતે કહ્યું કે, મેં ડોક્ટરને કહ્યું હતું કે સાહેબ તમે ટેન્શન ન લો, હું પણ આ કરીશ, એવું જ થયું. તે એક ચમત્કાર હતો કારણ કે ડૉક્ટરે મને કહ્યું હતું કે ઘણા લાખો કેસોમાંથી, ફક્ત થોડા જ કિસ્સાઓ એવા હોય છે જેમાં એસીએલ અને પીસીએલ બંને જાતે જ ઉકેલે છે. પણ ઈશ્વરે મને સાથ આપ્યો. એસીએલ અને પીસીએલ બંનેએ જાતે જ સાજા થઇ ગયા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ