ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોની-રેનાએ કર્યો જોરદાર ડાન્સ, મસૂરીમાં જામ્યો ક્રિકેટર્સનો જમાવડો, જુઓ VIDEO

Rishabh Pant Sister Sakshi Wedding : ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની બહેનના લગ્ન થઈ રહ્યા છે. લગ્નનું ફંક્શન મસૂરીમાં યોજાઈ રહ્યું છે. જેમાં ઘણા ક્રિકેટર્સ પહોંચ્યા છે

Written by Ashish Goyal
March 12, 2025 14:56 IST
ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોની-રેનાએ કર્યો જોરદાર ડાન્સ, મસૂરીમાં જામ્યો ક્રિકેટર્સનો જમાવડો, જુઓ VIDEO
ઋષભ પંતની બહેન સાક્ષીના લગ્નમાં ધોની અને રૈના ડાન્સ કરતા જોવા મળ્યા હતા (તસવીર - સોશિયલ મીડિયા)

Rishabh Pant Sister Sakshi Wedding : ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની બહેનના લગ્ન થઈ રહ્યા છે.લગ્નનું ફંક્શન મસૂરીમાં યોજાઈ રહ્યું છે. આ લગ્નમાં દેશભરમાંથી ઋષભ પંતની નજીકના લોકો પહોંચી રહ્યા છે, જેમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ સામેલ છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ, પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના, નીતિશ રાણા અને યુવા બેટ્સમેન પૃથ્વી શો પણ મસૂરી પહોંચી ગયા છે.

મંગળવારે રાત્રે સંગીત ફંક્શન હતું, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અહીં ચાહકોને તેમના પૂર્વ કેપ્ટન ધોનીની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી. હંમેશા શાંત રહેનાર ધોની અહીં ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેના મિત્ર સુરેશ રૈનાએ પણ તેનો જોરદાર સાથ આપ્યો હતો. પ્રશંસકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ધોની-રૈના કરી રહ્યા છે ડાન્સ

આ વીડિયોમાં ધોની, પંત, સુરેશ રૈના અને અન્ય કેટલાક લોકો એક બીજાના ખભા પર હાથ રાખીને સર્કલમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં દમદમ મસ્ત કલંદર ગીત વાગી રહ્યું છે. દરેક વ્યક્તિ ડાન્સ કરી રહ્યા છે. વીડિયો જોઈને સમજાય છે કે બધાએ આ દરમિયાન ઘણી મસ્તી કરી હશે.

સુરેશ રૈનાએ આ સેરેમનીની તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં તે અને પ્રિયંકા રૈના સાક્ષી અને ધોની સાથે જોવા મળી રહ્યા છે. પ્રશંસકોને આ ચારેયની આ તસવીર ખૂબ જ પસંદ આવી હતી. લોકો તેને ધોની-રૈનાનું મિલન કહી રહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે મેરે દો અનમોલ રતન પર કોમેન્ટ કરી છે. યુઝર્સે એમ પણ લખ્યું છે કે થાલા અને ચિન્ના થાલા વચ્ચેના સંબંધો અને મિત્રતાને તોડવી ખૂબ મુશ્કેલ છે.

ધોની ચેન્નાઇથી મસૂરી પહોંચ્યો

થોડા દિવસ પહેલા ધોની ચેન્નાઈના કેમ્પમાં આઇપીએલ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સનો પ્રી-સિઝન કેમ્પ શરૂ થઈ ગયો છે. સાક્ષી પંતના લગ્ન માટે ધોની ત્યાંથી ઉડાન ભરી હતી અને તે દેહરાદૂન પહોંચ્યો હતો. સાક્ષી ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર આ સ્ટોરી શેર કરી અને કહ્યું કે તે પોતાના હોમ ટર્ફ પર છે. તમને જણાવી દઇએ કે સાક્ષી ધોની દહેરાદૂનની રહેવાસી છે. તેનું સ્કૂલનું શિક્ષણ પણ અહીં જ થઈ ચૂક્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ