દેવેન્દ્ર પાંડેઃ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ ચાલી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયા બેલબર્નના માર્ગ માટે પણ ચર્ચામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક રસ્તાનું નામ ભારતીય ક્રિકેટર અને બેટ્સમેન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યું છે. મેલબર્નના ઉપનગર રોકબેકમાં એક માર્ગનું નામ કોહલી ક્રિસેન્ટ છે, જેને વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યું છે. મૂળ રૂપથી કેરળના રહેનારા એસ. જગ જે કોહલી ક્રિસેટની પાસે રહે છે. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે “જ્યારે મને કોઈ પૂછે છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં ક્યાં રહે છે તો હું ગર્વથી પોતાનું એડ્રેસ જણાવું છું.”
મેલબર્નના ઉપનગર રોકબેકના પાડોશી માર્ગ વધારે આશ્ચર્ય જનક છે. કોહલી ક્રિસેટથી લગભગ 600 મીટર દૂર પર તેન્ડુલકર ડ્રાઈવ નામનો રસ્તો છે. આ વિસ્તારના બધા રસ્તાના નામ એમ.એસ ધોની, કપિલ દેવ, વી.વી. લક્ષ્મણ, ઇજમામ-ઉલ-હક, કર્ટલી એમ્બ્રોસ, ઇમરાન ખાન, ગેરી સોબર્સ અને ઓએલ ગાર્નર સહિત શીર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના નામ પર રાખવામાં આવ્યા છે.
અહીંના રસ્તાના નામ સામાન્ય રીતે ડેવલોપર્સ દ્વારા સુચવવામાં આવે છે અને મેયર દ્વારા રાખવામાં આવે છે. રોકબંક ઉપનગર, જો મેલ્ટન કાઉન્સિલ અંતર્ગત આવે છે. આ ભારતીય સમુદાયના લોકોમાં ઘર ખરીદારો વચ્ચે લોકપ્રિય છે.
મૂળરૂપથી કેરળના રહેનારા એસ. જગત તો કોહલી ક્રિસેટ પાસે જ રહે છે. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે”જ્યારે કોઈ મને પૂછે કે હું ઓસ્ટ્રેલિયામાં ક્યાં રહું છું, ત્યારે હું ગર્વથી મારું સરનામું આપું છું.” જગતે કહ્યું કે શરૂઆતમાં જ્યારે હું અહીં આવ્યો ત્યારે મારા મિત્રો ક્રિકેટર વિરાટ કોહલીના ખરાબ ફોર્મ માટે મારા પર દોષારોપણ કરતા હતા, કારણ કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે તે રન નથી બનાવી રહ્યો હતો. તેણે કહ્યું કે મારો મિત્ર મને દોષી ઠેરવતો હતો કે તે મારા કારણે છે અને હવે તેણે સ્કોર કરવાનું શરૂ કરી દીધું છે તેથી હું મારો કોલર ઊંચો કરીને ચાલું છું.
તેંડુલકર ડ્રાઇવની બાજુમાં આવેલ રસ્તાનું નામ ઇન્ઝમામ-ઉલ-હકના નામ પર રાખવામાં આવ્યું છે. તેથી જ્યારે ભારત પાકિસ્તાન સામે રમે છે ત્યારે તેની અસર સ્થાનિક વિસ્તારમાં પણ જોવા મળે છે. તાજેતરમાં જ્યારે ભારતે મેલબોર્નમાં તેમની T20 ઓપનિંગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, ત્યારે કોહલી-તેંડુલકર ગલીમાં રાત્રે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.