World Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન અને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો નવો સિક્સર કિંગ બન્યો છે. તેણે અફઘાનિસ્તાન સામેની મેચમાં 3 સિક્સર ફટકારીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્માના નામે હવે 554 સિક્સર થઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ગેલ હવે બીજા નંબર પર આવી ગયો છે. ગેઇલના નામે 553 સિક્સર હતી.
રોહિત શર્માએ આ મેચમાં પ્રથમ સિક્સ ફટકારતાની સાથે જ ODI વર્લ્ડ કપમાં પોતાના 1000 રન 19 ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા. આ મેચમાં રોહિત શર્માએ 63 બોલમાં 12 ફોર 4 સિક્સર સાથે પોતાની સદી પૂરી કરી હતી.
રોહિત શર્મા વિશ્વનો નવો સિક્સર કિંગ બન્યો
રોહિત શર્મા હવે વર્લ્ડ ક્રિકેટનો નવો સિક્સર કિંગ બની ગયો છે. અફઘાનિસ્તાન સામે ત્રણ સિક્સર ફટકારીને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. રોહિત શર્માએ તેની ODI કારકિર્દીની 472મી ઇનિંગમાં ક્રિસ ગેલને પાછળ છોડી દીધો અને સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ક્રિસ ગેલે 551 ઇનિંગ્સમાં 553 સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 – ભારત વિ. અફઘાનિસ્તાન લાઇવ સ્કોર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોચના 3 બેટ્સમેન
રોહિત શર્મા – 472 ઇનિંગ્સ – 554 સિક્સર (સમાચાર લખ્યા ત્યાં સુધી)
ક્રિસ ગેલ – 551 ઇનિંગ્સ – 553 સિક્સર
શાહિદ આફ્રિદી – 508 ઇનિંગ્સ – 476 સિક્સર
વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી 50 રન
26 બોલ – સચિન વિ બર્મુડા (2007) 30 બોલ – રોહિત વિ અફઘાનિસ્તાન (2023) 32 બોલ – સંદીપ વિ ઈંગ્લેન્ડ (1983) 33 બોલ – સચિન વિ દક્ષિણ આફ્રિકા (2011) 34 બોલ – રોહિત વિરુદ્ધ પાકિસ્તાન (2019)