Rohit Sharma Retirement From T20I: ભારતે 29 જૂન, 2024ના રોજ બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ 2024માં જીત મેળવી હતી. આ સાથે કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ પહેલા ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ આ ક્રિકેટ ફોર્મેટ માંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિ અંગે માહિતી આપી હતી.
રોહિત શર્માએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે. આ ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. મેં આ ફોર્મેટની દરેક પળનો આનંદ માણ્યો છે. મેં મારી કારકિર્દીની શરૂઆત ભારત માટે આ ફોર્મેટમાં રમીને કરી હતી અને તે જ હું ઇચ્છતો હતો. હું વર્લ્ડ કપ જીતવા માંગતો હતો.
રોહિત શર્મા આખી રાત ઊંઘી શક્યો નહીં
11 વર્ષમાં ભારતની પ્રથમ આઈસીસી ટુર્નામેન્ટ જીતથી ભાવુક થયેલા રોહિત શર્મા કહ્યુ કે, હું સંપૂર્ણપણે ખોવાઈ ગયો છું અને હું સમજાવી શકતો નથી કે હું કેવા પ્રકારની લાગણીઓ માંથી પસાર થઈ રહ્યો છું. શબ્દોમાં કહી શકતો નથી. ગઈકાલે રાત્રે, હું સૂઈ શક્યો નહીં કારણ કે હું તેના માટે અધીરો હતો. પરંતુ મેં મેદાનની અંદર મારી જાતને સારી રીતે સંભાળી હતી.
રોહિત શર્મા 50 ટી20 મેચ જીતનાર પ્રથમ કેપ્ટન
કપિલ દેવ (1983) અને એમએસ ધોની (2007 અને 2011) પછી 37 વર્ષીય રોહિત શર્મા વર્લ્ડ કપ જીતનારો ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આ સાથે તે 50 ટી20 મેચ જીતનારો પ્રથમ કેપ્ટન બની ગયો છે. 50મી જીત દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં હાંસલ કરી હતી. રોહિત શર્મા 2021ના ટી20 વર્લ્ડ કપમાં ટીમના નિરાશાજનક દેખાવ બાદ સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતની કેપ્ટન્સી સંભાળી હતી. ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાયેલી સેમિ ફાઈનલમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. ઇંગ્લેન્ડ સામે વ્યાપક પરાજય સાથે આ અભિયાનનો અંત આવ્યો.
ટી20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માનું દમદાર પ્રદર્શન
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારત એક પણ મેચ હાર્યા વિના ટી20 વર્લ્ડ કપ જીતનારી સૌપ્રથમ ટીમ બની હતી. આ સાથે 11 વર્ષ જૂના આઇસીસી ટ્રોફીના દુકાળનો પણ અંત આવી ગયો. ટી20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માએ બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારનાર બીજો ખેલાડી છે. રોહિત શર્માએ 8 મેચની 8 ઇનિંગ્સમાં 36.71ની એવરેજ અને 156.71ની સ્ટ્રાઇક રેટથી 257 રન નોંધાવ્યા હતા. રહેમાનુલ્લાહ ગુરબાઝે 8 મેચમાં 281 રન બનાવ્યા હતા. રોહિતે પોતાની છેલ્લી ઇનિંગમાં 9 રન બનાવ્યા હતા.
રોહિત શર્માની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી
રોહિત શર્મા ની ટી-20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે 159 મેચોની 151 ઈનિંગમાં 31.34ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઈક રેટથી 4231 રન બનાવ્યા હતા. તેણે 5 સદી અને 32 અડધી સદી પણ ફટકારી હતી. તે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે સૌથી વધુ સદી ફટકારવામાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. ગ્લેન મેક્સવેલના નામે પણ 5 સદી છે. ટી-20માં પણ તેની 1 વિકેટ છે.
આ પણ વાંચો | રોહિત શર્મા 50 T20I જીતનારો દુનિયાનો પ્રથમ કેપ્ટન, ટી20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ ભારતીય
પ્લેયર કારકિર્દી બંધબેસતુ ફેરવો નોટ આઉટ ક્રિકેટમાં રન ઉચ્ચતમ સ્કોર સરેરાશ દડો સ્ટ્રાઇક રેટ 100 50 રોહિત શર્મા 2007-2024 159 151 19 4231 121* 32.05 3003 140.89 5 32 વિરાટ કોહલી 2010-2024 125 117 31 4188 122* 48.69 3056 137.04 1 38 બાબર આઝમ 2016-2024 123 116 15 4145 122 41.03 3211 129.08 3 36