Rohit Sharma White Ball Cricket Career : વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતના પરાજય બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે બેઠક કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન સફેદ બોલ ક્રિકેટમાં રોહિતના ભવિષ્ય પર ચર્ચા થશે. આ સિવાય ભવિષ્ય માટે કેપ્ટનને તૈયાર કરવા ઉપર પણ ચર્ચા થશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાંથી અજિંક્ય રહાણેની હકાલપટ્ટી નિશ્ચિત છે. શ્રેયસ ઐય્યર ટેસ્ટમાં વાપસી કરી શકે છે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કેએલ રાહુલ બેકઅપ વિકેટકીપર વિકલ્પ બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિતે પસંદગીકારોને પહેલેથી જ કહી દીધું છે કે જો તેના નામ પર ટી-20 ક્રિકેટ માટે વિચાર કરવામાં ન આવે તો તેને કોઈ આપત્તિ નથી.
રોહિત આગામી વર્લ્ડ કપ સુધીમાં 40 વર્ષનો થઈ જશે
પસંદગીકારો યુવા ખેલાડીઓમાં રોકાણ કરવા આતુર છે, તે જોવું રસપ્રદ રહેશે કે રોહિત તેની ODI કારકિર્દી કેવી રીતે જુએ છે. 2027માં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર આગામી વનડે વર્લ્ડ કપ સુધીમાં રોહિત લગભગ 40 વર્ષનો થઈ જશે. આગામી મોટી ODI ટૂર્નામેન્ટ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી હશે, જે પાકિસ્તાનમાં યોજાવાની છે. ભારતે આગામી એક વર્ષમાં માત્ર છ વનડે મેચ રમવાની છે.
આ પણ વાંચો – રાહુલ દ્રવિડ સાથે વાત કર્યા પછી જ હેડ કોચ પર નિર્ણય, બીસીસીઆઈ વધારશે કાર્યકાળ?
રોહિત શર્માને ટી-20માં ધ્યાને ના લેવાય તો કોઇ આપત્તિ નથી
સૂત્રએ જણાવ્યું હતું કે ODI વર્લ્ડ કપ પહેલા રોહિતે કહ્યું હતું કે T20 માટે તેના નામની વિચારણા કરવામાં ન આવે તો તેને કોઈ વાંધો નથી. પસંદગીકારો છેલ્લા એક વર્ષથી T20માં યુવાનો પણ વધારે ફોક્સ કરી રહ્યા છે. આવતા વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપ કપ યોજાનાર છે. તેઓ આ વ્યૂહરચના સાથે લાંબા સમય સુધી વળગી રહેશે. ટેસ્ટમાં શ્રેયસ ઐયરની વાપસી અને શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ કરતો હોવાથી રહાણે માટે બહુ ઓછી તક છે. કેએલ રાહુલનો ટેસ્ટ મેચો માટે વિચાર કરવામાં આવી શકે છે કારણ કે તે બેકઅપ વિકેટકીપરનો વિકલ્પ બની શકે છે.
કેપ્ટન તૈયાર કરવાનો પડકાર
ભારતને આવતા મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી પહેલા દક્ષિણ આફ્રિકામાં ત્રણ વનડે મેચ રમવાની છે. વન-ડેમાં રમીને ટેસ્ટ ખેલાડીઓ માટે દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિઓને અનુરૂપ બનવાની સારી તક બની શકે છે. સૂત્રોએ જણાવ્યું કે બોર્ડ અને પસંદગીકારો આગામી IPL અને T20 વર્લ્ડ કપ પછી જ ODI માટે પ્લાન તૈયાર કરશે. બીજો મોટો પડકાર કેપ્ટનને લાંબા સમય માટે તૈયાર કરવાનો છે.
રોહિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરશે
સૂત્રએ કહ્યું કે હાલ માટે એવું લાગે છે કે રોહિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી ચક્ર માટે ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે 2025 સુધી ચાલશે. લાંબા ફોર્મેટ માટે કેપ્ટન તૈયાર કરવો એ એજન્ડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હાર્દિક પંડ્યાની ઈજા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ODIમાં વિકલ્પો શોધી શકે છે.
અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર થવાનો ખતરો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ માહિતી આપી છે કે પસંદગીકારો આવતા મહિને દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે અજિંક્ય રહાણેની પસંદગી કરવા ઈચ્છુક નથી. તેણે ગયા જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વાપસી કરી હતી. તે વાઇસ-કેપ્ટન તરીકે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે પસંદગી સમિતિ ખૂબ જ સ્પષ્ટ છે કે તે એવા ખેલાડીઓ તૈયાર કરવા માંગે છે જે લાંબા સમય સુધી રમી શકે. ટેસ્ટમાં શ્રેયસ ઐયરની વાપસી અને શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ કરવા સાથે રહાણે માટે પણ બહુ ઓછો તક છે. રાહુલનો ટેસ્ટ મેચો માટે વિચાર કરવામાં આવી શકે છે કારણ કે તે બેકઅપ વિકેટકીપરનો વિકલ્પ બની શકે છે.