RCB vs CSK, IPL 2024 Highlights | ચેન્નાઈને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લે ઓફમાં પહોંચ્યું

Royal Challengers Bengaluru vs Chennai Super Kings Highlights : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં બેંગ્લોરની 27 રને શાનદાર જીત થઈ અને પ્લે ઓફમાં પહોંચી ગયું છે.

Royal Challengers Bengaluru vs Chennai Super Kings Highlights : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં બેંગ્લોરની 27 રને શાનદાર જીત થઈ અને પ્લે ઓફમાં પહોંચી ગયું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Royal Challengers Bengaluru vs Chennai Super Kings

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ

Royal Challengers Bengaluru vs Chennai Super Kings Highlights : આઈપીએલ 2024 ની 68 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. જેમાં ચેન્નાઈ એ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી બેંગ્લોર ને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતુ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 218 રન બનાવ્યા. તો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 07 વિકેટના નુકશાને 191 રન જ બનાવી શકી. આ સાથે બેંગ્લોરની 27 રને શાનદાર જીત થઈ છે.

Advertisment

RCB vs CSK, IPL 2024 Live Updates - ચેન્નાઈ વિ બેંગ્લોર હાઈલાઈટ્સ

રોયલ ચેલેન્જર્સ બેેંગ્લોર 27 રનેની જીત સાથે પ્લેઓફમાં પહોંચ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 07 વિકેટના નુકશાને 191 રન બનાવી શક્યું, આ સાથે બેંગ્લોરની 27 રને જીત થઈ છે.

મહેન્દ્રસિંહ ધોની આઉટ

મહેન્દ્રસિંહ ધોની યશ દયાલની બોલિંગમાં સ્વપ્નિલ સિંઘના હાથે 13 બોલમાં 25 રન બનાવી કેચ આઉટ થયો

મિશેલ સેન્ટનર આઉટ

મિશેલ સેન્ટનર મોહમ્મદ સિરાજની ઓવરમાં ફાફ ડુ પ્લેસીસના હાથે 04 બોલમાં 03 રન બનાવી સસ્તામાં આઉટ થઈ ગયો

Advertisment

શિવમ દુબે આઉટ

શિવમ દુબે સસ્તામાં 15 બોલમાં 7 રન બનાવી આઉટ થઈ ગયો. તે ગ્રીનની ઓવરમાં લોકી ફર્ગ્યુસનના હાથે કેચ આઉટ થયો

આજિંક્ય રહાણે આઉટ

આજિંક્ય રહાણે 22 બોલમાં 33 રન બનાવી લોકી ફર્ગ્યુસનની ઓવરમાં ફાફ ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો

રચિન રવિન્દ્ર આઉટ

રચિન રવિન્દ્ર 37 બોલમાં 61 રન બનાવી રન આઉટ થયો

ડેરીલ મિશેલ આઉટ

ડેરીલ મિશેલ પણ સસ્તામાં આઉટ થઈ ગયો. માત્ર 06 બોલમાં 04 રન બનાવી યશ દયાલની બોલિંગમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો

રૃતુરાજ ગાયકવાડ આઉટ

રૃતુરાજ ગાયકવાડ સસ્તામાં જ 0 રનમાં જ ગ્લેન મેક્સવેલની બોલિંગના પ્રથમ બોલે જ યશ દયાલને કેચ આપી બેઠો

ચેન્નાઈ સુપર કિંગ્સ રમત શરૂ

ચેન્નાઈ સુપર કિંગ્સ 219 રનના ટાર્ગેટ સાથે રમતમાં ઉતરી. રૃતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ઓપનિંગ બેટિંગ માટે ઉતર્યા

બેંગ્લોરે 218 રન બનાવ્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરના અંતે 05 વિકેટના નુકશાને 218 રન બનાવી ચેન્નાઈ સુપર કિંગ્સને 219 રનનો ટાર્ગેટ આપ્યો

ગ્લેન મેક્સવેલ આઉટ

ગ્લેન મેક્સવેલ 05 બોલમાં 16 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં ધોનીના હાથે કેચ આઉટ થયો

દિનેશ કાર્તિક આઉટ

દિનેશ કાર્તિક 06 બોલમાં 14 રન બનાવી તુષાર દેશ પાંડેની બોલિંગમાં ધોનીના હાથે કેચ આઉટ થયો

રજત પાટીદાર આઉટ

રજત પાટીદાર 23 બોલમાં 41 રન બનાવી શાર્દુલ થાકુરની બોલીંગમાં ડેરીલ મિશેલના હાથે કેચ આઉટ થઈ ગયો

ફાફ ડુ પ્લેસીસ આઉટ

ફાફ ડુ પ્લેસીસ 39 બોલમાં 54 રન બનાવ્યા ત્યારે સેન્ટનરે રન આઉટ કર્યો

ફાફ ડુ પ્લેસીસના 50 રન પુરા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ફાફ ડુ પ્લેસીસે 39 બોલમાં 50 રન પુરા કરી લીધા છે. બેંગ્લોરનો સ્કોર 12.5 ઓવરમાં 113 રન

બેંગ્લોરના 100 રન પુરા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 12 ઓવરમાં 01 વિકેટના નુકશાન પર 100 રન પુરા થયા છે. હાલ ક્રિજ પર ફાફ ડુ પ્લેસીસ 51 અને રજત પાટીદાર 09 રન બનાવી રમી રહ્યા છે.

વિરાટ કોહલી આઉટ

ફરી એકવાર આ રણનીતિ જેણે નુકસાન પહોંચાડ્યું છે. કોહલીએ બોલને લેગ-સાઇડ પર ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને સીધો ડેરીલ મિશેલ પાસે ગયો, જેણે બાઉન્ડ્રી પર અદ્ભુત કેચ લીધો.

બેંગ્લોર 50 રન પુરા

બેંગ્લોરના 7 ઓવરમાં 52 રન થઈ ગયા છે. વિરાટ કોહલી 18 બોલમાં 28 રન તો ફાફ ડુ પ્લેસીસ 24 બોલમાં 23 રન બનાવી રમી રહ્યા છે.

બેંગ્લોરના 3 ઓવરમાં 31 રન

બેંગ્લોરના 3 ઓવરમાં એક પણ વિકેટના નુકશાન વગર 31 રન બન્યા છે. વિરાટ કોહલી 19 રન તો ફાફ ડુ પ્લેસીસ 12 રન બનાવી રમી રહ્યા છે.

વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3000 રન પૂરા કર્યા, કોઈપણ આઈપીએલ ગ્રાઉન્ડમાં રેકોર્ડ બનાવનાર પ્રથમ બેટ્સમેન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો બેટર વિરાટ કોહલી શનિવારે બેંગલુરુમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલ 2024ની મેચ દરમિયાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3000 આઈપીએલ રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

કોહલીએ આ સિદ્ધિ હાંસલ કરી જ્યારે તે RCB માટે જીતની આવશ્યક રમતમાં છગ્ગા સાથે ઇનિંગ્સની શરૂઆત કરીને 13 રન સુધી પહોંચ્યો, તે 17 સિઝનમાં એક સ્થળ પર 3000 રન સુધી પહોંચનાર પ્રથમ IPL બેટ્સમેન પણ બન્યો. રોહિત શર્મ એકમાત્ર અન્ય બેટ્સમેન છે, જેણે એક જ IPL સ્થળ પર 2000 થી વધુ રન બનાવ્યા (મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 2295).

ચેન્નાઈ બેંગ્લોર વચ્ચે મેચ શરૂ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છ્. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામિ સ્ટેડિયમમાં મેચ રમવામાં આવી રહી છે.

ચેન્નાઈએ ટોસ જીત્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતુ.

કઈ ટીમ પોઈન્ટ ટેબલમાં મજબૂત

ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈએ કૂલ 13 મેચ રમી જેમાં 7 મેચમાં જીત મેળવી 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધીમાં કૂલ 13 મેચો રમી જેમાં 6 માં જીત પ્રાપ્ત કરી 12 પોઈન્ટ ટેબલ સાથે સાતમાં સ્થાન પર છે.

બેંગ્લોર વિ ચેન્નાઈ - હેડ ટુ હેડ

બેંગલુરુ અને ચેન્નાઈ અત્યાર સુધીમાં એકબીજા સામે 33 આઈપીએલ મેચ રમી ચૂક્યા છે. RCB એ 10 માં જીત મેળવી છે, જ્યારે CSK એ 22 મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. RCBનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર ચેન્નાઈ સામે 218 રન છે.

CSKનો સર્વોચ્ચ સ્કોર રોયલ ચેલેન્જર્સ સામે 226 રન છે. આ ટીમો છેલ્લી વખત આ વર્ષે 22 માર્ચે એકબીજા સામે રમી હતી. CSK એ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. તે મેચમાં ચેન્નાઈના મુસ્તાફિઝુર રહેમાને 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે ચૂંટાયો હતો.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

આ મેચ આજે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પીચ નંબર 8 પર રમવામાં આવી રહી છે. પીચની મધ્યમાં ઘણું ઘાસ છે, છેડા સુકાઈ ગયા છે. ઘાસ ખૂબ સૂકું છે અને પીચની સપાટી સખત છે. પિચની બરાબર આગાહી કરવી યોગ્ય નથી. તેમ છતાં તે બેટિંગ માટે મદદરૂપ થવી જોઈએ. આના પર સ્કોર 190 થી વધુ હોઈ શકે છે. કદાચ રાત્રે ઝાકળ પણ નહીં પડે.

આ પિચ પર રમાયેલી છેલ્લી મેચમાં, આરસીબીએ પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું ત્યારે 187/9 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલરોએ 6 વિકેટ ઝડપી હતી. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19.1 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ મેદાન પર સરેરાશ સ્કોર 197 રનનો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં મોટાભાગે ટોસ જીતનારી ટીમોએ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, મહિપાલ લોમર, દિનેશ કાર્તિક (ડબલ્યુકે), સ્વપ્નિલ સિંઘ, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ, ઈમ્પેક્ટ સબ: વિજયકુમાર વ્યાસ/યશ દયાલ

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ

રુતુરાજ ગાયકવાડ (c), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (wk), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, મિશેલ સેન્ટનર/રિચર્ડ ગ્લીસન, સિમરજીત સિંઘ, મહેશ થીક્ષાના, ઈમ્પેક્ટ સબ: સમીર રિઝવી

રોયલ ચેલેન્જર્સ બેંગલોર chennai super kings ગુજરાતી ન્યૂઝ ક્રિકેટ IPL