Rajasthan Royals vs Chennai Super Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ. ચેન્નાઈ સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઋતુરાજ ગાયકવાડના અણનમ 42 રનની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 141 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ચેન્નાઈએ પ્લેઓફમાં પહોંચવાની પોતાની દાવેદારી મજબૂત બનાવી લીધી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિચેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, મહેશ તિક્ષાણા, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.
રાજસ્થાન રોયલ્સ : જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શુભમ દુબે, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.