/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/RR-vs-DC-Live-Score.jpg)
IPL 2024 : RR vs DC Highlights : આઈપીએલ 2024, રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય, દિલ્હી કેપિટલ્સનો પરાજય
Rajasthan Royals vs Delhi Capitals Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ. દિલ્હી સ્કોર : રિયાન પરાગના અણનમ 84 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 12 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 5 વિકેટે 173 રન બનાવી શક્યું હતું. રાજસ્થાને સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હીનો સતત બીજો પરાજય થયો છે.
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિકી ભુઇ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિચ નોર્જે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, અવેશ ખાન
- Mar 28, 2024 23:48 IST
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય, દિલ્હી કેપિટલ્સનો પરાજય
રિયાન પરાગના અણનમ 84 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 12 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 5 વિકેટે 173 રન બનાવી શક્યું હતું. રાજસ્થાને સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હીનો સતત બીજો પરાજય થયો છે.
- Mar 28, 2024 23:38 IST
ટ્રીસ્ટન સ્ટબ્સ 44 રને અણનમ
ટ્રીસ્ટન સ્ટબ્સ 23 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 44 રને અણનમ. અક્ષર પટેલ 13 બોલમાં 1 ફોર સાથે 15 રને અણનમ
- Mar 28, 2024 23:36 IST
અભિષેક પોરેલ 9 રને આઉટ
અભિષેક પોરેલ 9 રન બનાવી ચહલની ઓવરમાં આઉટ થયો.
- Mar 28, 2024 22:54 IST
ઋષભ પંત 28 રને આઉટ
ઋષભ પંત 26 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 28 રન બનાવી ચહલની ઓવરમાં આઉટ થયો.
- Mar 28, 2024 22:40 IST
ડેવિડ વોર્નર 49 રને આઉટ
ડેવિડ વોર્નર 34 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 49 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
- Mar 28, 2024 22:28 IST
દિલ્હીના 9 ઓવરમાં 2 વિકેટે 80 રન
દિલ્હીના 9 ઓવરમાં 2 વિકેટે 80 રન. ડેવિડ વોર્નર 42 અને ઋષભ પંત 14 રને રમતમાં છે.
- Mar 28, 2024 22:07 IST
રિકી ભુઈ ખાતું ખોલાયા વિના આઉટ
રિકી ભુઈ 2 બોલમાં ખાતું ખોલાયા વિના બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 30 રને બીજી વિકેટ ગુમાવી.
- Mar 28, 2024 22:06 IST
મિચેલ માર્શ 23 રને આઉટ
મિચેલ માર્શ 12 બોલમાં 5 ફોર સાથે 23 રન બનાવી બર્ગરની ઓવરમાં બોલ્ડ થયો.
- Mar 28, 2024 21:51 IST
ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ ઓપનિંગમાં ઉતર્યા
દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.
- Mar 28, 2024 21:33 IST
રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 5 વિકેટે 185 રન
રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા. દિલ્હીને જીતવા માટે 186 રનનો પડકાર મળ્યો છે.
- Mar 28, 2024 21:32 IST
રિયાન પરાગના અણનમ 84 રન
રિયાન પરાગના 73 બોલમાં 7 ફોર 6 સિક્સર સાથે અણનમ 84 રન. શિમરોન હેટમાયરના 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે અણનમ 14 રન.
- Mar 28, 2024 21:15 IST
રિયાન પરાગે અડધી સદી ફટકારી
રિયાન પરાગે 34 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Mar 28, 2024 21:14 IST
ધ્રુવ જુરેલ 20 રને આઉટ
ધ્રુવ જુરેલ 12 બોલમાં 3 ફોર સાથે 20 રન બનાવી નોર્જેની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 142 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Mar 28, 2024 20:45 IST
અશ્વિન 29 રન બનાવી આઉટ
રવિચંદ્રન અશ્વિન 19 બોલમાં 3 ફોર સાથે 29 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો. રાજસ્થાને 90 રને ચોથી વિકેટ ગુમાવી.
- Mar 28, 2024 20:43 IST
જોશ બટલર 11 રને આઉટ
જોશ બટલર 16 બોલમાં 11 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો.
- Mar 28, 2024 20:10 IST
રાજસ્થાનના 6 ઓવરમાં 2 વિકેટે 32 રન
રાજસ્થાને 6 ઓવરમાં 2 વિકેટે 32 રન બનાવી લીધા છે. જોશ બટલર અને રિયાન પરાગ રમતમાં છે.
- Mar 28, 2024 20:08 IST
સંજુ સેમસન 15 રને આઉટ
સંજુ સેમસન 14 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો. રાજસ્થાને 30 રને બીજી વિકેટ ગુમાવી.
- Mar 28, 2024 20:07 IST
યશસ્વી જયસ્વાલ 5 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 7 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ થયો.
- Mar 28, 2024 19:37 IST
યશસ્વી જયસ્વાલ અને જોશ બટલર ઓપનિંગમાં ઉતર્યા
રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સ શરુ, યશસ્વી જયસ્વાલ અને જોશ બટલર ઓપનિંગમાં ઉતર્યા.
- Mar 28, 2024 19:22 IST
ઋષભ પંતની આઈપીએલમાં 100મી મેચ
A round of applause and a special jersey 💯 for Captain @RishabhPant17 who is all set to play his 100th IPL match 👏👏
Follow the Match ▶️ https://t.co/gSsTvJeK8v#TATAIPL | #RRvDC | @DelhiCapitalspic.twitter.com/OQ6jvcTXMK— IndianPremierLeague (@IPL) March 28, 2024
- Mar 28, 2024 19:18 IST
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, અવેશ ખાન
- Mar 28, 2024 19:18 IST
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિકી ભુઇ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિચ નોર્જે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.
- Mar 28, 2024 19:07 IST
દિલ્હી કેપિટલ્સ ફિલ્ડિંગ કરશે
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to bowl against @rajasthanroyals.
Follow the Match ▶️ https://t.co/gSsTvJeK8v#TATAIPL | #RRvDCpic.twitter.com/uEdYkjimE7— IndianPremierLeague (@IPL) March 28, 2024
- Mar 28, 2024 19:06 IST
દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો, પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Mar 28, 2024 19:04 IST
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 27 મુકાબલા થયા છે. જેમાં 14 મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 60 રન છે. છેલ્લી જ્યારે બન્ને ટકરાયા હતા ત્યારે રાજસ્થાનનો વિજય થયો હતો.
- Mar 28, 2024 19:03 IST
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ના નવમાં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us