/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/sanju-samson-kl-rahul.jpg)
RR vs LSG IPL 2024 Highlights : આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ ટીમ સામે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ જયપુરમાં ટકરાશે. (Express Photo)
Rajasthan Royals vs Lucknow Super Giants Highlights, IPL 2024, આઈપીએલ 2024 આરઆર વિ એલએસજી સ્કોર : સંજુ સેમસનની અણનમ (82)અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 20 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક, દેવદત્ત પડિક્કલ, નિકોલસ પૂરન, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડયા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહશીન ખાન, યશ ઠાકુર.
રાજસ્થાન રોયલ્સ : જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.
- Mar 24, 2024 19:29 IST
નિકોલસ પૂરનના 41 બોલમાં અણનમ 64 રન
નિકોલસ પૂરનના 41 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અણનમ 64 રન. કુણાલ પંડ્યાના અણનમ 3 રન.
- Mar 24, 2024 19:26 IST
રાજસ્થાન રોયલ્સનો 20 રને વિજય
સંજુ સેમસનની અણનમ (82)અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 20 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવી શક્યું હતું.
- Mar 24, 2024 19:18 IST
સ્ટોઇનિસ 3 રને આઉટ
માર્કસ સ્ટોઇનિસ 4 બોલમાં 3 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો.
- Mar 24, 2024 19:17 IST
નિકોલસ પૂરનની 30 બોલમાં અડધી સદી
નિકોલસ પૂરને 30 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Mar 24, 2024 19:16 IST
કેએલ રાહુલ 58 રને આઉટ
કેએલ રાહુલ 44 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 58 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
- Mar 24, 2024 18:57 IST
લખનઉને જીતવા માટે 30 બોલમાં 60 રનની જરુર
લખનઉના 15 ઓવરમાં 4 વિકેટે 134 રન. કેએલ રાહુલ 56 અને નિકોલસ પૂરન 37 રને રમતમાં છે. લખનઉને જીતવા માટે 30 બોલમાં 60 રનની જરુર છે.
- Mar 24, 2024 18:55 IST
કેએલ રાહુલની 35 બોલમાં અડધી સદી
કેએલ રાહુલે 35 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Mar 24, 2024 18:38 IST
દીપક હુડા 26 રને આઉટ
દીપક હુડા 13 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 26 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 60 રને ચોથી વિકેટ ગુમાવી.
- Mar 24, 2024 18:06 IST
આયુષ બદોની 1 રને આઉટ
આયુષ બદોની 5 બોલમાં 1 રન બનાવી બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 11 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Mar 24, 2024 18:05 IST
દેવદત્ત પડિક્કલ ખાતું ખોલાયા વિના આઉટ
દેવદત્ત પડિક્કલ 3 બોલમાં ખાતું ખોલાયા વિના બોલ્ટની ઓવરમાં બોલ્ડ થયો.
- Mar 24, 2024 17:48 IST
ડી કોક 4 રને આઉટ
ક્વિટોન ડી કોક 4 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 4 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Mar 24, 2024 17:29 IST
લખનઉ તરફથી નવીન ઉલ હકે 2 વિકેટ ઝડપી
લખનઉ તરફથી નવીન ઉલ હકે 2 વિકેટ, જ્યારે મોહસીન ખાન અને રવિ બિશ્નોઇએ 1-1 વિકેટ ઝડપી.
- Mar 24, 2024 17:28 IST
સંજુ સેમસનના 52 બોલમાં અણનમ 82 રન
સંજુ સેમસનના 52 બોલમાં 3 ફોર 6 સિક્સર સાથે અણનમ 82 રન. ધ્રુવ જુરેલના 12 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે અણનમ 20 રન.
- Mar 24, 2024 17:27 IST
લખનઉને 194 રનનો પડકાર
રાજસ્થાનના 20 ઓવરમાં 4 વિકેટે 193 રન. લખનઉને 194 રનનો પડકાર આપ્યો
- Mar 24, 2024 17:04 IST
શિમરોન હેટમાયર 5 રને આઉટ
શિમરોન હેટમાયર 7 બોલમાં 5 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો.
- Mar 24, 2024 16:53 IST
રિયાન પરાગ 43 રને આઉટ
રિયાન પરાગ 29 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 43 રન બનાવી નવીન ઉલ હકનો શિકાર બન્યો. રાજસ્થાને 142 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Mar 24, 2024 16:39 IST
સંજુ સેમસનની અડધી સદી
સંજુ સેમસને 33 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથએ અડધી સદી ફટકારી.
- Mar 24, 2024 16:31 IST
રાજસ્થાનના 11 ઓવરમાં 2 વિકેેટે 104 રન
રાજસ્થાનના 11 ઓવરમાં 2 વિકેેટે 104 રન. સંજુ સેમસન 42 અને રિયાન પરાગ 25 રને રમતમાં.
- Mar 24, 2024 16:30 IST
શાર્દુલ ઠાકુરની ઓવરમાં 21 રન ફટકાર્યા
શાર્દુલ ઠાકુરની નવમી ઓવરમાં 21 રન ફટકાર્યા. સંજુ સેમસને 2 સિક્સર અને રિયાન પરાગે 1 સિક્સ ફટકારી
- Mar 24, 2024 16:11 IST
યશસ્વી જયસ્વાલ 24 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 12 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 24 રન બનાવી મોહસીન ખાનનો શિકાર બન્યો. રાજસ્થાને 49 રને બીજી વિકેટ ગુમાવી.
- Mar 24, 2024 15:55 IST
જોશ બટલર 11 રને આઉટ
જોશ બટલર 9 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં કેચ આઉટ થયો.
- Mar 24, 2024 15:43 IST
બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા
લખનઉના જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 3 રન બનાવ્યા
- Mar 24, 2024 15:16 IST
લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક, દેવદત્ત પડિક્કલ, નિકોલસ પૂરન, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડયા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહશીન ખાન, યશ ઠાકુર.
- Mar 24, 2024 15:14 IST
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.
- Mar 24, 2024 15:14 IST
રાજસ્થાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહમાં રમાઇ રહી છે
- Mar 24, 2024 15:13 IST
રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024 આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us