Rajasthan Royals vs Mumbai Indians Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. રાજસ્થાન સ્કોર : સંદીપ શર્માની 5 વિકેટ પછી યશસ્વી જયસ્વાલની સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 18.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ
-યશસ્વી જયસ્વાલના 60 બોલમાં 9 ફોર 7 સિક્સરની મદદથી અણનમ 104 રન
-સંજુ સેમસનના 28 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે અણનમ 38 રન.
-યશસ્વી જયસ્વાલે 59 બોલમાં 8 ફોર 7 સિક્સરની મદદથી 100 રન પુરા કર્યા.
-રાજસ્થાન રોયલ્સે 14.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-રાજસ્થાન રોયલ્સે 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-જોશ બટલર 25 બોલમાં 6 ફોર સાથે 35 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં બોલ્ડ થયો.
-રાજસ્થાને 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
આ પણ વાંચો – આઈપીએલ 2024, કેએલ રાહુલ અને ડી કોકની અડધી સદી, લખનઉનો આસાન વિજય
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ
-ગેરાલ્ડ કોત્ઝે પ્રથમ બોલે ગોલ્ડન ડક બનાવી આઉટ
-તિલક વર્મા 45 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 65 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ.
-હાર્દિક પંડ્યા 10 બોલમાં1 ફોર સાથે 10 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.
-નેહલ વાઢેરા 24 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 49 રન બનાવી બોલ્ટની ઓવરમાં આઉટ થયો.
-તિલક વર્માએ 38 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-મુંબઈએ 13 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-મોહમ્મદ નબી 17 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 23 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.
-સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી સંદીપ શર્માનો બીજો શિકાર બન્યો.
-ઇશાન કિશન 3 બોલમાં ખાતું ખોલાયા વિના સંદીપ શર્માનો શિકાર બન્યો.
-રોહિત શર્મા 5 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.
– મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, નેહલ વાઢેરા, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ.





