RR vs PBKS Highlights, IPL 2024 : આઈપીએલ 2024, સેમ કરન ઝળક્યો, પંજાબ કિંગ્સનો વિજય

IPL 2024, RR vs PBKS Highlights : સેમ કરનના 41 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અણનમ 63 રન, રાજસ્થાન રોયલ્સનો પરાજય

IPL 2024, RR vs PBKS Highlights : સેમ કરનના 41 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અણનમ 63 રન, રાજસ્થાન રોયલ્સનો પરાજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RR vs PBKS Live Updates, RR vs PBKS Live Updates, IPL 2024

RR vs PBKS Highlights, IPL 2024 : આઈપીએલ 2024ની 65મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સનો વિજય

Rajasthan Royals vs Punjab Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ.પંજાબ સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન પછી સેમ કરનની અણનમ અડધી સદીની (63)મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કૅડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, રિલી રોસો, શશાંક સિંહ, જીતેશ શર્મા, સેમ કુરન (કેપ્ટન), હરપ્રીત બરાર, હર્ષલ પટેલ, નાથન એલિસ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

  • May 15, 2024 23:26 IST

    પંજાબનો રાજસ્થાન સામે વિજય

    બોલરોના શાનદાર પ્રદર્શન પછી સેમ કરનની અણનમ અડધી સદીની (63)મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.



  • May 15, 2024 23:21 IST

    સેમ કરનના અણનમ 63 રન

    સેમ કરનના 41 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અણનમ 63 રન. આશુતોષ શર્મા 11 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 17 રન બનાવી અણનમ રહ્યો.



  • Advertisment
  • May 15, 2024 23:20 IST

    પંજાબ કિંગ્સનો 5 વિકેટે વિજય

    પંજાબ કિંગ્સનો 5 વિકેટે વિજય. પંજાબે 18.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો.



  • May 15, 2024 23:15 IST

    સેમ કરનની અડધી સદી

    સેમ કરને 38 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • May 15, 2024 22:21 IST

    જોની બેરસ્ટો 14 રને આઉટ

    જોની બેરસ્ટો 22 બોલમાં 1 ફોર સાથે 14 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 15, 2024 22:07 IST

    શશાંક સિંહનું ગોલ્ડન ડક

    શશાંક સિંહ 2 બોલમાં ખાતું ખોલાયા વિના અવેશ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો. પંજાબે 36 રને 3 વિકેટ ગુમાવી.



  • May 15, 2024 22:06 IST

    રિલી રોસો 22 રને આઉટ

    રિલી રોસો 13 બોલમાં 5 ફોર સાથે 22 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 15, 2024 21:47 IST

    પ્રભસિમરન સિંહ 6 રને આઉટ

    પ્રભસિમરન સિંહ 4 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 15, 2024 21:23 IST

    પંજાબ કિંગ્સ બોલિંગ

    પંજાબ કિંગ્સ તરફથી રાહુલ ચાહર, સેમ કરન અને હર્ષલ પટેલે 2-2 વિકેટ ઝડપી. અર્શદીપ સિંહ અને એલિસને 1-1 વિકેટ મળી.



  • May 15, 2024 21:22 IST

    રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 8 વિકેટે 144 રન

    રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા. પંજાબ કિંગ્સને જીતવા માટે 145 રનનો પડકાર મળ્યો છે.



  • May 15, 2024 21:21 IST

    રિયાન પરાગ 48 રને આઉટ

    રિયાન પરાગ 34 બોલમાં 6 ફોર સાથે 48 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં એલબી આઉટ થયો.



  • May 15, 2024 21:10 IST

    ડોનોવન આઉટ

    ડોનોવન ફેરેરિયા 8 બોલમાં 7 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 15, 2024 21:01 IST

    રોવમેન પોવેલ 4 રને આઉટ

    રોવમેન પોવેલ 5 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી ચાહરની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 15, 2024 21:00 IST

    ધ્રુવ જુરેલનું ગોલ્ડન ડક

    ધ્રુવ જુરેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સેમ કરનની ઓવરમાં બોલ્ડ થયો.



  • May 15, 2024 20:59 IST

    રાજસ્થાનના 100 રન

    રાજસ્થાન રોયલ્સે 13.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • May 15, 2024 20:59 IST

    આર અશ્વિન 28 રને આઉટ

    આર અશ્વિન 19 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 28 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં આઉટ થયો.



  • May 15, 2024 20:18 IST

    ટોમ કોહલર-કૅડમોર 18 રને આઉટ

    ટોમ કોહલર-કૅડમોર 23 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 18 રન બનાવી ચહરની ઓવરમાં આઉટ થયો.



  • May 15, 2024 20:17 IST

    સંજુ સેમસન 18 રને આઉટ

    સંજુ સેમસન 15 બોલમાં 3 ફોર સાથે 18 રન બનાવી એલિસની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 15, 2024 19:37 IST

    યશસ્વી જયસ્વાલ 4 રને બોલ્ડ

    યશસ્વી જયસ્વાલ 4 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી સેમ કરનની ઓવરમાં બોલ્ડ થયો.



  • May 15, 2024 19:17 IST

    પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, રિલી રોસો, શશાંક સિંહ, જીતેશ શર્મા, સેમ કુરન (કેપ્ટન), હરપ્રીત બરાર, હર્ષલ પટેલ, નાથન એલિસ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.



  • May 15, 2024 19:16 IST

    રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કૅડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.



  • May 15, 2024 19:07 IST

    રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • May 15, 2024 19:04 IST

    રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં રાજસ્થાન અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 27 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 226 અને લોએસ્ટ સ્કોર 112 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 134 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે રાજસ્થાનનો 3 વિકેટે વિજય થયો હતો.



  • May 15, 2024 19:04 IST

    આજે રાજસ્થાન અને પંજાબ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 65મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે.



રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ IPL સ્પોર્ટ્સ